ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક ગ્રંથો અને પરંપરાઓનું વિશેષ મહત્વ છે. જીવનશૈલીને સરળ અને પવિત્ર બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક નિયમો સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમાંથી એક મહત્વનો નિયમ મહિલાઓના વાળ ધોવા અંગેનો પણ છે. એવું માનવામાં આવે છે કે જો મહિલાઓ આ નિયમોનું પાલન ન કરે તો ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં અવરોધ આવે છે.
1. માસિક ધર્મ અને શુદ્ધિનો નિયમ
ધાર્મિક દ્રષ્ટિએ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓને અશુદ્ધ માનવામાં આવે છે. આ સમયગાળામાં પાંચમા દિવસે વાળ ધોયા પછી જ પૂજા-પાઠ કે ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકાય છે. જો સંપૂર્ણ શુદ્ધતા ઈચ્છતા હોય, તો સાતમા દિવસે વાળ ધોવા વધુ શ્રેષ્ઠ છે.
2. અમાસ અને પૂર્ણિમાનું મહત્વ
શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે ક્યારેય પણ વાળ ન ધોવા જોઈએ. આ દિવસે વાળ ધોવાથી 'પિતૃ શાપ' લાગી શકે છે, જે પરિવારની પ્રગતિમાં અવરોધ પેદા કરે છે. તેવી જ રીતે પૂર્ણિમા કે એકાદશી જેવા પવિત્ર વ્રતના દિવસે પણ વાળ ધોવાથી વ્રતનું ફળ નિરર્થક જાય છે.
3. વાર મુજબ વર્જિત દિવસો
મહિલાઓએ અઠવાડિયાના ત્રણ દિવસો મંગળવાર, ગુરુવાર અને શનિવાર વાળ ધોવાનું ટાળવું જોઈએ. માન્યતા છે કે આ દિવસોમાં વાળ ધોવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં ગરીબીનો વાસ થાય છે. જો કોઈ જરૂરિયાત હોય તો શુક્રવારનો દિવસ વાળ ધોવા માટે અત્યંત શુભ અને લક્ષ્મીદાયક માનવામાં આવે છે.
4. સૂર્યાસ્ત અને અશુભ અસરો
સૂર્યાસ્ત સમયે કે રાત્રિના સમયે વાળ ધોવાને અશુભ માનવામાં આવે છે. તેનાથી પરિવારમાં બીમારીઓ અને આંતરિક ઝઘડા વધી શકે છે. આ ક્રિયા પરિવારના કમાતા સભ્યોની સફળતામાં બાધક બને છે અને ધનહાનિ તરફ દોરી જાય છે.
5. પતિના કાર્ય અને વાળ ધોવાની મનાઈ
જ્યારે પતિ કામ અર્થે કે કોઈ શુભ પ્રસંગે બહાર જાય, ત્યારે તેના તરત જ પછી સ્ત્રીઓએ વાળ ન ધોવા જોઈએ. આમ કરવાથી પતિના કાર્યમાં વિઘ્નો આવી શકે છે અને ગ્રહોની નકારાત્મક અસર પણ થઈ શકે છે.
6. અપરિણીત કન્યાઓ માટે વિશેષ નિયમ
કુંવારી કન્યાઓ માટે શાસ્ત્રોમાં ખાસ ઉલ્લેખ છે કે તેમણે બુધવારના દિવસે વાળ ન ધોવા જોઈએ. લોકવાયકા મુજબ બુધવારે વાળ ધોવાથી ભાઈ પર સંકટ કે મુશ્કેલીઓ આવવાની શક્યતા રહે છે.
આ પણ વાંચોઃ Gym માં વર્કઆઉટ કરતા પહેલા સાવધાન! જાણો કેમ ફિટ દેખાતા યુવાનો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર