માન્યતા છે કે આ દિવસે શરૂ કરેલું કોઈપણ કામ લાંબા સમય સુધી શુભ ફળ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી પણ છે, જે આ દિવસે ખરીદવી ટાળવી જોઈએ?


તારીખ અને શુભ સમય

વર્ષ 2026માં અક્ષય તૃતીયા 19 એપ્રિલે સવારે 10:50 વાગ્યે શરૂ થઈને 20 એપ્રિલે સવારે 7:28 વાગ્યા સુધી રહેશે. આ સમય સંપૂર્ણપણે શુભ માનવામાં આવે છે, તેથી લોકો નવા કાર્યો શરૂ કરે છે. આ દિવસે રોહિણી નક્ષત્ર રહેશે, જે સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલું છે. સાથે જ સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને ગજ કેસરી યોગ જેવા શુભ યોગો પણ બનશે, જે દિવસની મહત્તા વધારશે.

આ વસ્તુઓથી રાખો અંતર

અક્ષય તૃતીયા પર એલ્યુમિનિયમ, સ્ટીલ અને પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદવી શુભ મનાતી નથી. આ દિવસ સમૃદ્ધિનું પ્રતિક હોવાથી હળવી અથવા ઓછી કિંમતની વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ.

કાળા રંગથી શા માટે બચવું?

આ દિવસે કાળો રંગ અશુભ માનવામાં આવે છે, તેથી કાળા કપડાં અથવા અન્ય કાળા સામાન ખરીદવાનું ટાળવું યોગ્ય છે.

ધારદાર વસ્તુઓ ન ખરીદો

ચાકુ, કાતર અથવા કોઈપણ ધારદાર વસ્તુ આ દિવસે ખરીદવી યોગ્ય માનાતી નથી. માન્યતા છે કે તેનાથી ઘરમાં તણાવ વધી શકે છે.

પૈસાના વ્યવહારમાં સાવચેત રહો

આ દિવસે ઉધાર આપવું અથવા વિચાર્યા વિના ખર્ચ કરવો યોગ્ય નથી. પૈસા સંબંધિત નિર્ણયો સમજદારીથી લેવા જોઈએ જેથી આ શુભ દિવસનો લાભ મળી શકે

આ પણ વાંચો: Venus Transit 2026: શુક્રના ગોચરથી બમ્પર ફાયદો, આ રાશિ વૈભવી જીવન જીવશે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


.

  • Follow us on: