જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે શુક્ર ગ્રહ વૃષભ રાશીમાં પ્રવેશ કરશે. શુક્રને ધન, સુખ-સુવિધા અને વૈભવનો કારક માનવામાં આવે છે, તેથી કેટલીક રાશિઓ માટે તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. માન્યતા મુજબ વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિએ કરેલું કોઈપણ કામ લાંબા સમય સુધી શુભ ફળ આપે છે, તેથી આ દિવસે લોકો ખરીદી, રોકાણ અને નવા કામની શરૂઆત કરવાનું પસંદ કરે છે. હવે જાણીએ કે કઈ રાશિઓને લાભ મળી શકે છે:
મેષ રાશિ (Aries)
મેષ રાશિના લોકો માટે આર્થિક બાબતોમાં સુધારો જોવા મળી શકે છે. અટકેલા કામ આગળ વધશે અને રોકાણના સારા મોકા મળી શકે છે. પરિવારનો સહકાર મળશે અને આરોગ્ય સામાન્ય રહેશે.
વૃષભ રાશિ (Taurus)
આ રાશિ માટે સમય સૌથી વધુ અનુકૂળ રહી શકે છે, કારણ કે શુક્ર આ જ રાશીમાં પ્રવેશ કરી રહ્યા છે. આવકમાં વધારો થવાના સંકેતો છે અને પૈસાથી સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે ઘટી શકે છે. કામકાજમાં સ્થિરતા આવશે અને જીવનમાં સુખ-સુવિધાઓ વધશે.
કન્યા રાશિ (Virgo)
કન્યા રાશિના લોકોના જીવનમાં કેટલાક નવા ફેરફારો આવી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. જે લોકો લગ્નની રાહ જોઈ રહ્યા છે, તેમને સારા પ્રસ્તાવો મળી શકે છે. સંબંધોમાં પણ સુધારો જોવા મળશે.
તુલા રાશિ (Libra)
તુલા રાશિના લોકો માટે આ સમય બચત વધારવાનો હોઈ શકે છે. ખર્ચ પર નિયંત્રણ રહેશે અને પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો મોકો મળી શકે છે. ઘર-પરિવારમાં સકારાત્મક વાતાવરણ રહેશે.
ધનુ રાશિ (Sagittarius)
ધનુ રાશિના લોકો માટે કારકિર્દી અને વેપારમાં આગળ વધવાના મોકા બની શકે છે. મહેનતનું સારો પરિણામ મળશે અને આત્મવિશ્વાસ વધશે. લોકો તમારા કામ અને નિર્ણય પર વિશ્વાસ કરશે.
આ પણ વાંચો: Amarnath Yatra 2026: બાબા બરફાનીના ભક્તો માટે ખુશખબર, 3 જુલાઇથી શરૂ થશે અમરનાથ યાત્રા
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)