માન્યતા છે કે આ દિવસે ખરીદેલું સોનું ભવિષ્યમાં વધતું રહે છે. પરંતુ શું તમે જાણો છો કે સોનું પોતે ખરીદેલું હોય કે ગિફ્ટમાં મળેલું હોય ત્યારે જ લાભ આપે છે. જો સોનું ક્યાંક પડેલું મળે અથવા ખોવાઈ જાય તો તે શુભ માનવામાં આવતું નથી. શુકન શાસ્ત્ર અનુસાર સોનું મળવું અને ખોવાઈ જવું બંને અશુભ સંકેત છે.


સોનું ખોવાવું અશુભ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોનું ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. જો સોનું ખોવાઈ જાય તો એવું માનવામાં આવે છે કે કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો થયો છે. આ ભવિષ્યમાં આર્થિક સમસ્યાનો સંકેત હોઈ શકે છે. સોનું ખોવાતા સમાજમાં માન-સન્માનમાં ઘટાડો પણ થઈ શકે છે. માન્યતા છે કે સોનું ખોવાય તો તરત જ નવું સોનું ખરીદવું જોઈએ.

સોનું મળવું પણ અશુભ

સોનું માત્ર ખોવાવું જ નહીં પરંતુ મળવું પણ અશુભ માનવામાં આવે છે. શકુન શાસ્ત્ર અનુસાર રસ્તામાં પડેલું સોનું મળવું ભવિષ્યમાં અશુભ ઘટનાઓનો સંકેત છે. એવું કહેવામાં આવે છે કે મળેલા સોનાની સાથે તે વ્યક્તિની સમસ્યાઓ પણ તમારા જીવનમાં આવી શકે છે. અચાનક મળેલું સોનું આર્થિક તકલીફ લાવી શકે છે. જો તમને રસ્તામાં સોનું મળે તો તેને ઘરે લાવવાને બદલે મંદિરામાં દાન કરવું જોઈએ.

શરીરના કયા ભાગનું આભૂષણ ખોવાવું શું સૂચવે છે?

કાનનું સોનું ખોવાવું ખરાબ સમાચાર મળવાના સંકેત હોઈ શકે છે. નાકનુ આભૂષણ ખોવાવું માન-સન્માનમાં ઘટાડાનો સંકેત છે. ગળાનો હાર કે ચેઇન ખોવાવું વૈભવ અને સુખ-સુવિધામાં ઘટાડો દર્શાવે છે.અંગૂઠી ખોવાઇ જવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સંકેત આપે છે.

ખોવાયેલું સોનું પાછું મળે તો શું કરવું?

જો તમારું ખોવાયેલું સોનું પાછું મળી જાય તો તેને સીધું પહેરવું નહીં. પહેલા તેને ગંગાજળથી શુદ્ધ કરો, પછી ભગવાનના ચરણોમાં અર્પણ કરો અને ત્યારબાદ જ તેને ધારણ કરો.

આ પણ વાંચો: Mangal Gochar 2026: મે મહિનામાં રચાશે ખુબજ શુભ યોગ, આ રાશિને મળશે ભાગ્યનો સાથ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: