હિંદુ નવવર્ષનો બીજો મહિનો વૈશાખ પણ આ સમયમાં આવે છે. આ મહિનામાં અનેક મહત્વના વ્રત અને તહેવારો જેમ કે અક્ષય તૃતીયા, હનુમાન જયંતી, બૈસાખી, મહાવીર જયંતી, ચૈત્ર પૂર્ણિમા અને મોહિની એકાદશી જેવા વ્રત તહેવાર ઉજવાશે.

એપ્રિલ 2026ના વ્રત-તહેવારો

1 એપ્રિલ – ચૈત્ર પૂર્ણિમા

2 એપ્રિલ – હનુમાન જયંતી, ચૈત્ર પૂર્ણિમા

3 એપ્રિલ – વૈશાખ માસની શરૂઆત

5 એપ્રિલ – વિકટ સંકષ્ટી

9 એપ્રિલ – માસિક કૃષ્ણ જન્માષ્ટમી

10 એપ્રિલ – કાલાષ્ટમી

13 એપ્રિલ – વલ્લભાચાર્ય જયંતી, વરુથિની એકાદશી

14 એપ્રિલ – મેષ સંક્રાંતિ, સોલાર નવવર્ષ, પુથંડુ, આંબેડકર જયંતી, બૈસાખી (વૈશાખી)

15 એપ્રિલ – વિષુ કાની, પહેલો વૈશાખ, બુધ પ્રદોષ વ્રત, માસિક મહાશિવરાત્રી

17 એપ્રિલ – દર્શ અમાસ, વૈશાખ અમાસ

18 એપ્રિલ – ચંદ્ર દર્શન, પરશુરામ જયંતી

19 એપ્રિલ – અક્ષય તૃતીયા, ત્રેતાયુગ દિવસ

20 એપ્રિલ – રોહિણી વ્રત, સંકર્ષણ ચતુર્થી

21 એપ્રિલ – શંકરાચાર્ય જયંતી, સૂરદાસ જયંતી

22 એપ્રિલ – રામાનુજ જયંતી, સ્કંદ ષષ્ઠી

23 એપ્રિલ – ગંગા સપ્તમી

24 એપ્રિલ – બગલામુખી જયંતી, માસિક દુર્ગાષ્ટમી

25 એપ્રિલ – સિતા નવમી

26 એપ્રિલ – મહાવીર સ્વામી કૈવલ્ય જ્ઞાન

27 એપ્રિલ – ત્રિશૂર પૂરમ, મોહિની એકાદશી

28 એપ્રિલ – પરશુરામ દ્વાદશી, ભૌમ પ્રદોષ વ્રત

30 એપ્રિલ – નૃસિંહ જયંતી, છિન્નમસ્તા જયંતી

આ રીતે એપ્રિલ 2026 ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ મહિનો છે, જેમાં અનેક પાવન તહેવારો અને વ્રતોનું પાલન કરવામાં આવશે.

આ પણ વાંચો: Vikram Samwat : આ રાશિ પર શનિની સાડાસાતીની રહેશે અસર, આ જાતકોએ ખુબ સંભાળવુ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)