આ મહિનામાં મંગલાદિત્ય યોગ સાથે સાથે માલવ્ય રાજયોગ પણ બનશે. હકીકતમાં આ મહિનામાં મીન રાશિમાં મંગળ, બુધ, સૂર્ય અને શનિનુ ગોચર થવાનુ છે.સાથે જ ધન અને વૈભવના દાતા શુક્ર પોતાની સ્વરાશિ વૃષભમાં ગોચર કરશે. મંગળ અને સૂર્યની યુતિથી મંગલાદિત્ય રાજયોગ બનશે. આ ગ્રહયોગનો શુભ પ્રભાવ મેષ, વૃષભ સહિત 4 રાશિઓ પર પડશે, જેના કારણે કરિયરમાં પ્રમોશન અને આવકમાં વધારો થવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે અને મન પ્રસન્ન રહેશે.

2 એપ્રિલે ગ્રહોના સેનાપતિ મંગળ મીન રાશિમાં પ્રવેશ કરશે

2 એપ્રિલે ગ્રહોના સેનાપતિ મંગળ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલેથી જ ગ્રહોના રાજા સૂર્ય સ્થિત છે, જેના કારણે બંનેની યુતિથી મંગલાદિત્ય રાજયોગ બનશે. બીજી તરફ 19 એપ્રિલે શુક્ર પોતાની સ્વરાશિ વૃષભમાં ગોચર કરશે, જેના કારણે માલવ્ય મહાપુરુષ રાજયોગનું નિર્માણ થશે.

મેષ રાશિ (Aries Zodiac)

એપ્રિલ મહિનો મેષ રાશિના જાતકો માટે સકારાત્મક સાબિત થઈ શકે છે. મંગલાદિત્ય યોગ તમારી રાશિથી 12મા ભાવમાં બનશે, જ્યારે માલવ્ય રાજયોગ બીજા ભાવમાં બનશે. આ દરમિયાન આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા વધશે, કાર્યક્ષેત્રમાં ઓળખ મળશે. જોકે સ્વભાવ ઉગ્ર બની શકે છે, જેથી સંબંધોમાં તણાવ આવી શકે છે, તેથી સંયમ રાખવો જરૂરી છે.

વૃષભ રાશિ (Taurus Zodiac)

આ રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ શુભ રહેશે, કારણ કે શુક્ર તમારી જ રાશિમાં રહી માલવ્ય રાજયોગ બનાવી રહ્યા છે. મંગલાદિત્ય યોગ આવક અને લાભના સ્થાનમાં બનશે. આથી વ્યક્તિગત આકર્ષણ વધશે અને સુખ-સુવિધાઓમાં વધારો થશે, પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે અને દાંપત્ય જીવન સુધરશે. માન-સન્માન મળશે, પરંતુ ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે અને ખોરાકમાં બેદરકારી સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

તુલા રાશિ (Libra Zodiac)

તુલા રાશિ માટે આ મહિનો આર્થિક લાભ અને સંબંધોમાં સુધારો લાવી શકે છે. મંગલાદિત્ય યોગ છઠ્ઠા ભાવમાં અને માલવ્ય રાજયોગ આઠમા ભાવમાં બનશે. આથી રોકાણમાં લાભ મળશે અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. સામાજિક જીવન સક્રિય રહેશે અને નવા સંપર્કો બનશે. યોજનાઓ સફળ થઈ શકે છે. જોકે અચાનક ખર્ચ અને નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે, તેથી સાવચેતી રાખવી જરૂરી છે.

ધન રાશિ (Sagittarius Zodiac)

ધન રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો લાભદાયી રહેશે. મંગલાદિત્ય યોગ ચોથા ભાવમાં અને માલવ્ય રાજયોગ છઠ્ઠા ભાવમાં બનશે. આથી ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે અને વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાની શક્યતા છે. કરિયર અને વ્યવસાયમાં સકારાત્મક પરિણામ મળશે અને મહેનતનું ફળ મળશે. નવા અવસર મળશે અને બેરોજગાર લોકોને નોકરી મળવાની શક્યતા છે.સતત પ્રયત્ન કરતા રહેવું જરૂરી છે. 

આ પણ વાંચો: Shani Chandrama 2026: શનિ-ચંદ્રમાં રચશે ખુબજ શુભ સમસપ્તક યોગ, આ રાશિએ રહેવુ સાવધાન

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)