31 માર્ચની રાત્રે ચંદ્ર સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં ગોચર કરશે, જ્યારે શનિ પહેલેથી જ મીન રાશીમાં સ્થિત છે. આ રીતે બંને ગ્રહો આમને-સામને આવી સમસપ્તક યોગ બનાવશે. જ્યોતિષ મુજબ, જ્યારે શનિ અને ચંદ્ર એકબીજા સામે હોય ત્યારે વિષ યોગ પણ બને છે. જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે, આ સ્થિતિ ત્રણ રાશિઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકોને શત્રુઓથી સાવચેત રહેવું પડશે. ઓફિસ અથવા કાર્યસ્થળે પ્રતિસ્પર્ધીઓથી ખાસ ધ્યાન રાખવું. વરિષ્ઠ અધિકારીઓ સામે તમારી છબી ખરાબ કરવાની કોશિશ થઈ શકે છે. તમારી વાતોને તોડમરોડ કરીને રજૂ કરવામાં આવી શકે છે, તેથી આગળની યોજના વિચારીને બનાવવી જરૂરી છે. નોકરી શોધતા લોકોને વધુ મહેનત કરવી પડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઉપાય તરીકે હનુમાન ચાલીસાનો પાઠ કરવો લાભદાયી રહેશે.

સિંહ રાશિ

એપ્રિલની શરૂઆતમાં આર્થિક નુકસાન થવાની શક્યતા છે. નાણાકીય નિર્ણયો ખૂબ વિચારપૂર્વક લેવા પડશે. જવાબદારીઓમાં વધારો થઈ શકે છે અને માનસિક તણાવ પણ વધી શકે છે. પોતાનું કામ શરૂ કરવા ઇચ્છતા લોકો માટે રાહ વધુ લાંબી થઈ શકે છે. માતા-પિતા સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

તુલા રાશિ

અજાણ્યા વ્યક્તિના કારણે પૈસાનું નુકસાન થઈ શકે છે, તેથી કોઈ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો. સ્વાસ્થ્ય સમસ્યાઓ મુશ્કેલી વધારી શકે છે અને જૂનો રોગ ફરી તકલીફ આપી શકે છે. આ પરિસ્થિતિમાં બચતનો ખર્ચ થઈ શકે છે. બહારનું તેલિયું ખાવાનું ટાળવું. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસથી ભટકી શકે છે, તેથી યોગ અને ધ્યાન કરવું ફાયદાકારક રહેશે. ભગવાન શિવની ઉપાસના કરવી લાભદાયી ગણાય છે. 

આ પણ વાંચો : Grah Gochar: 11 એપ્રિલથી ખાસ સંયોગ, બુધ કરશે મીન રાશિમાં પ્રવેશ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)