વૈદિક જ્યોતિષ અને શાસ્ત્રોમાં કેટલાક સરળ ઉપાયો જણાવાયા છે, જેને અપનાવવાથી આર્થિક મુશ્કેલીઓથી રાહત મળી શકે છે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. ચાલો જાણીએ આવા 5 સરળ અને અસરકારક ઉપાયો વિશે.

નોકરીમાં સફળતા માટે

જો તમે નોકરી ન મળવાથી પરેશાન છો અથવા કાર્યસ્થળે સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો હનુમાનજીની ઉપાસના લાભદાયક બની શકે છે. શાસ્ત્રો અનુસાર હનુમાનજી સંકટમોચન છે. સાંજે હનુમાન મંદિરે જઈ દર્શન કરો, દીવો પ્રગટાવો અને ફૂલ અર્પણ કરો. રોજ હનુમાન ચાલીસાનું પાઠ કરો. નિયમિત પાઠથી મનોબળ અને આત્મવિશ્વાસ વધે છે અને અટકેલા કામ પૂર્ણ થાય છે.

સુખ-સમૃદ્ધિ માટે કનકધારા સ્તોત્ર

માતા લક્ષ્મીની કૃપા માટે કનકધારા સ્તોત્રનો પાઠ અત્યંત અસરકારક માનવામાં આવે છે. દરરોજ માતા લક્ષ્મી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી શ્રદ્ધાપૂર્વક પાઠ કરો. નિયમિત પાઠથી ઘરમાં ધનપ્રવાહ વધે છે અને આર્થિક તંગી દૂર થાય છે.

સ્વચ્છતાથી મળે લક્ષ્મી કૃપા

માતા લક્ષ્મી સ્વચ્છતા પ્રિય છે. જે ઘરમાં સફાઈ હોય છે, ત્યાં તેમનો વાસ રહે છે. રોજ ઘર સાફ રાખવું જરૂરી છે. ખાસ ધ્યાન રાખો કે સૂર્યાસ્ત પછી ઝાડૂ ન લગાવવો, કારણ કે માન્યતા મુજબ તે ધનલાભમાં અડચણ લાવે છે.

સાવરણીનું સન્માન

જ્યોતિષ મુજબ સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. જો ભૂલથી સાવરણીને પગ લાગી જાય તો તેને હાથથી ઉઠાવી મસ્તક સાથે લગાવી ક્ષમા માંગવી. ઝાડૂ હંમેશા છુપાવીને રાખવુ.

દીવો અને ગીતા પાઠ

ઘરના મંદિરમાં દરરોજ સવારે અને સાંજે ઘીનો દીવો પ્રગટાવવો શુભ છે. શ્રીમદ ભગવદ ગીતા, ખાસ કરીને 11મા અધ્યાયનો પાઠ કરવાથી માનસિક શાંતિ અને ધનલાભના માર્ગ ખુલ્લા થાય છે.

આ પણ વાંચો: Mahashivratri 2026: મહાશિવરાત્રિએ શિવજીની થાય ચાર પ્રહરની પૂજા, જાણીલો શુભ મુહૂર્ત

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)