આ દિવસે મંદિરોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ભક્તો શિવલિંગ પર જળાભિષેક કરે છે અને રાત્રિ દરમિયાન ભગવાન શિવ તથા માતા પાર્વતીનું જાગરણ કરી ધ્યાન-ભક્તિ કરે છે. માન્યતા મુજબ, આ જ પવિત્ર રાત્રે મહાદેવનું પ્રાકટ્ય થયું હતું અને ભગવાન શિવ તથા માતા પાર્વતીનો વૈવાહિક સંયોગ પણ આ દિવસે જ થયો હતો. વર્ષ 2026માં મહાશિવરાત્રિનો પર્વ 15 ફેબ્રુઆરીએ ઉજવાશે. ચાલો જાણીએ તિથિ અને ચાર પહર પૂજાનું શુભ મુહૂર્ત.

મહાશિવરાત્રિ તિથિ 2026

ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિની શરૂઆત 15 ફેબ્રુઆરી, રવિવારે સાંજે 5 વાગ્યે 4 મિનિટે થશે. આ તિથિ 16 ફેબ્રુઆરી, સોમવારે સાંજે 5 વાગ્યે 34 મિનિટ સુધી વ્યાપ્ત રહેશે. તેથી મહાશિવરાત્રિનો પર્વ 15 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે.

મહાશિવરાત્રિ 2026 ચાર પ્રહર પૂજન મુહૂર્ત

નિશિથ કાળ પૂજન સમય:

16 ફેબ્રુઆરીની રાત્રે 12 વાગ્યે 9 મિનિટથી 1 વાગ્યે 1 મિનિટ સુધી

પ્રથમ પ્રહર પૂજન:

15 ફેબ્રુઆરી સાંજે 6 વાગ્યે 11 મિનિટથી રાત્રે 9 વાગ્યે 22 મિનિટ સુધી

બીજો પ્રહર પૂજન:

15 ફેબ્રુઆરી રાત્રે 9 વાગ્યે 23 મિનિટથી 16 ફેબ્રુઆરી રાત્રે 12 વાગ્યે 34 મિનિટ સુધી

ત્રીજો પ્રહર પૂજન:

16 ફેબ્રુઆરી રાત્રે 12 વાગ્યે 35 મિનિટથી સવારે 3 વાગ્યે 46 મિનિટ સુધી

ચોથો પ્રહર પૂજન:

16 ફેબ્રુઆરી સવારે 3 વાગ્યે 46 મિનિટથી સવારે 6 વાગ્યે 59 મિનિટ સુધી

આ પવિત્ર રાત્રે “ૐ નમઃ શિવાય” મંત્રનો 108 વખત જપ કરવો શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો: Mahashivratri 2026: મહાશિવરાત્રિની રાત કેમ સૌથી શક્તિશાળી અને પવિત્ર ?

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)