જોકે, ઘણીવાર ભક્તો ભૂલથી બીલીપત્ર અથવા અન્ય વસ્તુઓ ખોટા રીતે ચઢાવી દે છે, જેના કારણે પૂજાનો પ્રભાવ ઓછો થઈ શકે છે. શાસ્ત્રોમાં બીલ્વપત્ર ચઢાવવાની યોગ્ય રીત અંગે ખાસ ઉલ્લેખ છે.
આ સમયમાં બીલીપત્ર ન તોડવું
શિવ પુરાણ અનુસાર સોમવાર અને ચતુર્દશી તિથિના દિવસે બીલીપત્ર તોડવું મનાઈ છે. તેથી આ તિથિઓથી એક દિવસ પહેલાં જ બીલીપત્ર તોડી લેવા જોઈએ. બીલીપત્ર ક્યારેય વાસી નથી થતા, તેથી અગાઉથી તોડેલું બીલીપત્ર પણ પૂજામાં ઉપયોગ કરી શકાય છે.
બીલીપત્ર તોડવાની યોગ્ય વિધિ
બીલીપત્ર તોડતા સમયે ધ્યાન રાખવું કે માત્ર ત્રણ પાંદડાવાળું બીલીપત્ર જ તોડવું. ક્યારેય પૂરી ડાળી શાસ્ત્ર મુજબ હંમેશા માત્ર પાંદડાઓને અલગ કરવું યોગ્ય ગણાય છે.
બીલીપત્ર કઇ રીતે હોવું જોઈએ
બીલીપત્ર એવુ હોવુ જોઈએ જેમાં ત્રણ પાંદડા એકબીજાથી જોડાયેલા હોય અને મળીને એક પૂર્ણ પાંદડાનું રૂપ આપે. એવુ બીલીપત્રને પૂજામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ભગવાન શિવને ક્યારેય ગંદું, દાગ-ધબ્બાવાળું, કાપેલું-ફાટેલું અથવા તૂટી ગયેલું બીલપત્ર અર્પિત ન કરવું. પૂજામાં હંમેશા સ્વચ્છ અને આખા બીલીપત્રનો જ ઉપયોગ કરવો.તૂટેલા અથવા સુકાયેલા પત્તા અર્પિત ન કરવા. શુદ્ધતા અને તાજગીને જ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. બીલીપત્ર ચઢાવતા સમયે મન શાંત અને હૃદયમાં ભક્તિભાવ હોવો જોઈએ. તેને સીધા હાથથી શિવલિંગ પર મૂકી શકાય છે અથવા જલાભિષેક દરમિયાન ધીમે-ધીમે શિવજી પર ચડાવી શકાય છે
કેટલાં બીલીપત્ર ચઢાવવું શુભ છે
શિવ પુરાણ અનુસાર, શિવલિંગ પર 3, 5, 11, 21, 51 અથવા 101 બેલપત્ર અર્પિત કરવું વિશેષ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.
શિવ પુરાણ અને અન્ય ગ્રંથો અનુસાર, બેલપત્ર ચઢાવતા સમયે ત્રણ પત્તા સાથે એકસાથે અર્પિત કરવું શુભ માનવામાં આવે છે. આ ત્રિદોષ કામ, ક્રોધ અને મોહમાંથી મુક્તિનું પ્રતીક છે. બીલીપત્ર અર્પિત કરતા સમયે “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવો જોઈએ.
આ પણ વાંચો: Mahashivratri 2026: મહાશિવરાત્રિ પર શિવલિંગ પર જળાભિષેક કરતા ન કરશો આ ભૂલ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)