જ્યારે બુધ પોતાની વક્રી ચાલ છોડીને સીધી ગતિમાં આવે છે, ત્યારે સંચાર, બુદ્ધિ, વેપાર, શિક્ષણ અને નિર્ણય ક્ષમતા સંબંધિત કાર્યોમાં તેજી જોવા મળે છે. આ વખતે મહાશિવરાત્રિ પર આ પરિવર્તન કેટલીક રાશિઓની કિસ્મત બદલી શકે છે.
મિથુન રાશિ
સૌથી વધુ લાભની શક્યતા મિથુન રાશિ માટે છે. બુધ આ રાશિના સ્વામી હોવાથી કારકિર્દી, વ્યવસાય અને નવી યોજનાઓમાં સફળતા મળી શકે છે. અટકેલા કાર્યો પૂર્ણ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
કન્યા રાશિ
બીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ બુધના માર્ગી થવાથી આત્મવિશ્વાસ વધશે અને કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે. વિદ્યાર્થીઓ માટે સમય ખાસ શુભ બની શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના સંકેત મળી શકે છે.
મકર રાશિ
આ ઉપરાંત મકર રાશિના જાતકોને પણ લાભ મળી શકે છે. રોકાણ, સંપત્તિ અને નોકરીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. લાંબા સમયથી અટકેલી યોજનાઓ હવે ગતિ પકડશે.
મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની ઉપાસના અને “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવાથી બુધના શુભ પ્રભાવ વધુ મજબૂત બની શકે છે. જોકે વ્યક્તિગત જન્મકુંડળીમાં અન્ય ગ્રહોની સ્થિતિ પણ પરિણામોને અસર કરે છે, તેમ છતાં આ ગોચર ઘણા લોકો માટે નવી શરૂઆત અને સફળતાનો સંકેત આપે છે.
આ પણ વાંચો: Maha shivratri 2026: ચંદ્રંમાનુ મકર રાશિમાં ગોચર, મહાશિવરાત્રિએ આ રાશિને મળશે રાજયોગનું સુખ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)