મકર રાશિ શનિની રાશિ છે અને ચંદ્ર અહીં પ્રવેશ કરે ત્યારે ભાવનાત્મક સ્થિરતા, યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા અને કર્મપ્રધાન વિચારશક્તિ વધે છે. આ વિશેષ સંયોગના કારણે ત્રણ રાશિઓને ‘રાજયોગ’ જેવું સુખ મળવાની સંભાવના બને છે.

વૃષભ રાશિ

સૌપ્રથમ લાભની સ્થિતિ વૃષભ રાશિ માટે બની રહી છે. કારકિર્દીમાં પ્રગતિ, અટકેલા કાર્યોમાં સફળતા અને આર્થિક મજબૂતીના સંકેતો મળી શકે છે. મહાશિવરાત્રિએ ભગવાન શિવની આરાધના કરવાથી માન-સન્માનમાં વધારો થઈ શકે છે.

કન્યા રાશિ

બીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ. આ ગોચરથી આત્મવિશ્વાસ વધશે અને નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે. નોકરીમાં ફેરફાર વિચારતા લોકો માટે સમય અનુકૂળ રહી શકે છે. પરિવાર તરફથી શુભ સમાચાર મળવાની સંભાવના છે.

મીન રાશિ

ત્રીજી રાશિ છે મીન રાશિ આ સમયગાળામાં આવકના નવા સ્ત્રોત ખુલવાની શક્યતા છે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. રોકાણમાંથી લાભ મળવાની સંભાવનાઓ મજબૂત છે. આધ્યાત્મિક ઝોક પણ વધશે, જેના કારણે માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

મહાશિવરાત્રિના દિવસે ચંદ્રનું મકરમાં ગોચર આ રાશિઓ માટે શુભ અને લાભદાયક માનવામાં આવે છે. તેમ છતાં વ્યક્તિગત જન્મકુંડળીમાં અન્ય ગ્રહોની સ્થિતિ પણ મહત્વ ધરાવે છે. ભગવાન શિવની ઉપાસના અને ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ વધુ પ્રબળ બની શકે છે.

આ પણ વાંચો: Numerology: Numerology: મહાશિવરાત્રિએ અંકશાસ્ત્ર અનુસાર જાણીલો ભગવાન શિવના વિવિધ પ્રતીકો તમારા મૂળાંક સાથે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)