હિંદુ ધર્મમાં આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. જ્યારે જૈન ધર્મના અનુયાયીઓ ભગવાન વિષ્ણુના નવમા અવતાર ગૌતમ બુદ્ધની પૂજા કરે છે.


ગ્રહોની સ્થિતિ મુજબ, આ વખતે બુદ્ધ પૂર્ણિમા પર મેષ રાશિમાં સૂર્ય અને બુધની યૂતિ બનશે, જ્યારે મીન રાશિમાં બુધ અને શનિની યૂતિ રહેશે. ઉપરાંત ગુરૂ મિથુનમાં, શુક્ર વૃષભમાં, રાહુ કુંભમાં અને કેતુ સિંહમાં સ્થિત રહેશે. જ્યોતિષ મુજબ આ ગ્રહસ્થિતિ 4 રાશિઓ માટે શુભ સંકેત આપી રહી છે.

મેષ રાશિ

મેષ રાશિ માટે આ સમય શુભ રહેશે. સૂર્ય અને બુધ મળીને બુધાદિત્ય રાજયોગ બનાવશે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થશે. આર્થિક લાભના યોગ છે. કર્જમાંથી રાહત મળશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે. માતા-પિતાનો સહયોગ મળશે.

વૃષભ રાશિ

શુક્ર ગ્રહ તમારી રાશિના લગ્નમાં હોવાથી આવકમાં વધારો થશે. પહેલાના રોકાણમાંથી લાભ મળશે. શેર બજાર અથવા પ્રોપર્ટીમાં રોકાણ માટે સમય સારો છે, પરંતુ નિષ્ણાત સલાહ લેવી જરૂરી છે. પરિવાર સાથે સારો તાળો મળશે.

મિથુન રાશિ

ગુરુ ગ્રહ મિથુન રાશિમાં હોવાથી તમને રક્ષણ અને લાભ મળશે. અચાનક ધનલાભ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. સરકારી નોકરી અથવા વિદેશ અભ્યાસ માટે સારા સમાચાર મળી શકે છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે.

મીન રાશિ

મીન રાશિમાં શનિ અને મંગળની યૂતિથી તમને લાભ મળશે. આત્મવિશ્વાસ વધશે. નવી નોકરી માટે સફળતા મળશે. લીધેલા નિર્ણયો સારા પરિણામ આપશે. આવકમાં વધારો અને બચત વધશે. ખર્ચમાં ઘટાડો થશે અને પરિવારમા સુખ-શાંતિ રહેશે.

આ પણ વાંચો: Kendra Drishti Rajyog 2026: 27 એપ્રિલે રચાશે કેન્દ્ર દૃષ્ટિ રાજયોગ, આ રાશિને અઢળક લાભ


(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

  • Follow us on: