- બુદ્ધ પૂર્ણિમાનો અનેરો અવસર
- શ્રદ્ધાળુઓએ ગંગામાં લાગવી આસ્થાની ડૂબકી
- કાશી અને પ્રયાગરાજમાં ગંગા ઘાટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ
23મી મેના રોજ દેશભરમાં બુદ્ધ પૂર્ણિમાના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના વિવિધ ભાગોમાં વૈશાખ માસની પૂર્ણિમાની તિથિએ બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો અને આ દિવસે ગૌતમ બુદ્ધને બોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી
બુદ્ધ પૂર્ણિમાના અવસરને લઇને કાશી, પ્રયાગરાજ અને અયોધ્યા સહિતના તીર્થ સ્થળોમાં ગંગા ઘાટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. શ્રદ્ધાળુઓએ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી હતી. તો બીજી તરફ બુદ્ધ પૂર્ણિમાના અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. ભક્તોએ સરયુ ઘાટ પર પ્રાર્થના કરી.
સીએમ યોગી અને આનંદીબેને પાઠવી શુભકામના
રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથે દેશ અને રાજ્યની જનતાને બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી છે. રાજ્યપાલે તેમના અભિનંદન સંદેશમાં જણાવ્યું હતું કે ભગવાન બુદ્ધનું બલિદાન જીવન અને ઉત્તમ વિચારો સમગ્ર માનવતા માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમણે એમ પણ કહ્યું કે તેમના આદર્શો આપણા જીવનને સતત પ્રકાશિત કરતા રહે અને આપણા બધાને શક્તિ પ્રદાન કરે.