તેને ગ્રહોનો રાજકુમાર પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે બુધનો ગોચર આ ક્ષેત્રોમાં સકારાત્મક ફેરફાર લાવે છે, પરંતુ કેટલીક વખત તેનો અસ્ત થવો પણ કેટલીક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.

દ્રિક પંચાંગ મુજબ, 1 મે 2026ના રોજ રાત્રે 11 વાગ્યાને 08 મિનિટે બુધ મેષ રાશિમાં અસ્ત થવાનો છે. આ બદલાવનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે, પરંતુ કેટલાક લોકો માટે આ સમય નવા અવસરો અને અચાનક લાભ લઈને આવી શકે છે. ખાસ કરીને વ્યવસાય, સંપર્ક વધારવા અને યોગ્ય નિર્ણય લેવાથી લાભ મળી શકે છે.

બુધનુ અસ્ત થવુ શું છે?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે બુધ ગ્રહ સૂર્યની ખૂબ નજીક આવી જાય છે, ત્યારે તેના કિરણો દેખાતા નથી, એટલે કે તે ‘છુપાઈ’ જાય છે. આ સ્થિતિને બુધનુ અસ્ત થવુ કહેવામાં આવે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે આ સમય કરિયરમાં સારા પરિણામ લાવી શકે છે. મહેનતનું ફળ મળશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. નવા લોકો સાથે જોડાવાનો મોકો મળશે, જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. વેપારીઓને પણ સારો નફો મળવાની શક્યતા છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે આ સમય ધન અને કાર્યક્ષેત્રે ફાયદાકારક બની શકે છે. નવા કામની શરૂઆત કરવાની તક મળશે. બિઝનેસમાં નવા સંપર્કો બનશે, જે આગળ જઇને લાભ આપશે. આરોગ્યમાં સુધારો જોવા મળશે. આ દરમિયાન યાત્રાના યોગ પણ બની રહ્યા છે, જે શુભ રહેશે.

મકર રાશિ

મકર રાશિના લોકો માટે આ સમય પ્રગતિનો સંકેત આપે છે. કરિયર અને બિઝનેસમાં નવા અવસર મળશે. કલા અથવા ક્રિએટિવ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળશે. અટકેલા કામ ધીમે ધીમે પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કાનૂની મામલાઓમાં પણ રાહત મળવાની સંભાવના છે.

આ પણ વાંચો: Ruchak Rajyog 2026: મે મહિનાની શરૂઆતમાં રચાશે રોચક રાજયોગ, આ રાશિને ચાંદી જ ચાંદી