હિંદુ પંચાંગ મુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ દર વર્ષે ચૈત્ર નવરાત્રિ ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસોમાં માતા દુર્ગા માતાના 9 સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. ભક્તો માતાને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો પણ કરે છે. ચાલો જાણીએ નવરાત્રિના શક્તિશાળી ઉપાયો વિશે.

લવિંગના ઉપાય

નવરાત્રિ દરમિયાન લવિંગના ઉપાય ખૂબ શુભ માનવામાં આવે છે. લવિંગ એક મસાલા તરીકે ઓળખાય છે અને દેવી પૂજામાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. માન્યતા મુજબ તેના ઉપાયથી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. તમારી ઉંમર જેટલા લવિંગ લઈને કાળા દોરામાં બાંધી માળા બનાવો અને નવરાત્રિના કોઈપણ દિવસે માતાને અર્પણ કરો. ઈચ્છા પૂર્ણ થયા પછી આ માળાને પાણીમાં વિસર્જિત કરો.

નવરાત્રિમાં ચાંદીના લવિંગ અર્પણ કરવાની પણ પરંપરા છે. એક જોડી ચાંદીની લવિંગ માતાને અર્પણ કરીને પછી તેને લાલ કપડામાં બાંધીને પૂજા સ્થાન અથવા મુખ્ય દરવાજા પર રાખો. એવું કરવાથી જીવનની બાધાઓ દૂર થાય છે એવી માન્યતા છે.

સોપારીનો ઉપાય

પૂજા દરમિયાન દેવી-દેવતાઓને સોપારી અર્પિત કરવામાં આવે છે. નવરાત્રિમાં સોપારીનો ખાસ ઉપાય કરવામાં આવે છે, આ ઉપાયથી જીવનની તકલીફ દૂર થાય છે. મુશ્કેલી ટળે છે.

હળદરનો ઉપાય

પૂજા-પાઠમાં હળદરનું વિશેષ મહત્વ છે. હળદરને મસાલા તરીકે માનવામાં આવે છે. માન્યતા મુજબ તેના ઉપયોગથી આરોગ્ય સુખાકારી બને છે. નવરાત્રિના કોઈપણ દિવસે માતાને હળદરની બે ગાંઠ અર્પણ કરો. ત્યારબાદ શ્રીસૂક્તનો પાઠ કરો અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો.

આ પણ વાંચો: Hindu Nav Varsh Predictions: થઇ જાઓ સતર્ક! 60 વર્ષ પછી આવશે રૌદ્ર સંવત્સર

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)