ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થઈ રહી છે અને 27 માર્ચ સુધી રહેશે. વસંત ઋતુના કારણે તેને વાસંતી નવરાત્રિ પણ કહેવામાં આવે છે. ભક્તો સમગ્ર નવ દિવસ ઉપવાસ, પૂજન અને ભક્તિમાં મગ્ન રહી માં દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. ચૈત્ર નવરાત્રિમાં માતાની સવારી ખૂબ મહત્વની છે, કારણ કે તે આવતા સમયના શુભ-અશુભ સંકેત આપે છે.
ચૈત્ર નવરાત્રિમાં પાલખી પર માતાની સવારી
દેવી પુરાણ મુજબ, પાલખી (ડોલી) પર માતાનું આગમન શુભ નથી માનવામાં આવતુ. આ દેશમાં આર્થિક મંદી અને કુદરતી આપત્તિઓના સંકેત આપે છે. માતાની સવારી આવવી રોગચાળો વધવાના સંકેત પણ આપી રહ્યુ છે.
ડોલી પર માતાનું આવવુ અશુભ સંકેત
ધાર્મિક માન્યતાઓ મુજબ, માતા દુર્ગા નવ દિવસ માટે પૃથ્વી પર આવતી વખતે ખાસ વાહન પર સવાર હોય છે. કયા વાહન પર સવાર થશે તે તે દિવસે નક્કી થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચ 2026 ગુરુવારથી શરૂ થઈ રહી છે. પુરાણો અનુસાર જો ગુરુવાર કે શુક્રવારથી નવરાત્રિ શરૂ થાય છે, તો માતા ડોલી પર આવી રહી છે, જેને સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે કારણ કે તે અસ્થિરતા અને પડકારોને દર્શાવે છે.
માતાનું પ્રસ્થાન શુભ
બુધવાર અને શુક્રવાર માતા હાથી પર સવાર થઈને પ્રસ્થાન કરે છે, જેને ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે. આ વર્ષે 27 માર્ચ 2026 શુક્રવાર ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસ છે, અને આ દિવસે માતા હાથી પર સવાર થઈને પોતાના લોક પર પરત ફરશે. ધર્મ પ્રમાણે હાથી પર વિદાય ખૂબ શુભ માનવામાં આવે છે, જે સુખ-સમૃદ્ધિ, સારી વરસાદ, કૃષિમાં વૃદ્ધિ અને સમાજમાં શાંતિનુ પ્રતીક છે.
ચૈત્ર નવરાત્રિથી શરૂ થઈ હતી સૃષ્ટિ
ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે માં દુર્ગાનું પ્રાગટ્ય થયું હતું અને બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું. તેથી ચૈત્ર શુક્લ પ્રતિપદાથી હિંદુ નવું વર્ષ શરૂ થાય છે. ઉપરાંત ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામનો જન્મ પણ ચૈત્ર નવરાત્રિમાં જ થયો હતો.
આ પણ વાંચો: Mathura Holi 2026: હોળી પર મથુરા-વૃંદાવન જઇ રહ્યા છો, જાણીલો ક્યારે ઉજવાશે રંગોત્સવ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)