અહીં ફક્ત રંગોથી જ નહીં, પરંતુ ફૂલો, લાઠી અને લડ્ડૂથી પણ હોળી રમાય છે. એ જ કારણ છે કે હોળી પર વ્રજમાં દેશ-વિદેશમાંથી આવતા લોકોની સંખ્યા સતત વધતી જાય છે.
ભગવાન શ્રી કૃષ્ણના સમયથી ચાલતી આવતી હોળીની પરંપરા આજે પણ બ્રજના લોકો જ તે જ રીતે પાળે છે. આ વર્ષે હોળિકા દહન અને રંગોની હોળીની તારીખને લઇને થોડું કન્ફ્યુઝન છે. જો તમે પણ માથુરા કે વૃંદાવન જવાનું વિચારી રહ્યા છો, તો જાણો અહીં રંગોની હોળી ક્યારે રમાશે.
મથુરા-વૃંદાવનમાં હોળી 2026 ક્યારે
આ વર્ષે ચંદ્ર ગ્રહણના કારણે હોળિકા દહન અને રંગોની હોળીમાં એક દિવસનો ગેપ છે. ભારતના અન્ય વિસ્તારોમાં હોળિકા દહન 2 માર્ચની રાત્રે થશે, પરંતુ મથુરા-વૃંદાવન અને સમગ્ર વ્રજ વિસ્તારમાં હોળિકા દહન 3 માર્ચ 2026ના રોજ થશે. અહીં રંગોની હોળી એટલે ધુળેટી 4 માર્ચે રમાશે.
રંગ, ફૂલો, લડ્ડૂની હોળી
વ્રજનો ફાગ ઉત્સવ લગભગ 40 દિવસ સુધી ચાલે છે. અહીં હોળીની શરૂઆત માથુરાના મુખ્ય દ્વારકાધીશ મંદિરમાં ભગવાનને ગુલાલ અને કેસુડાના રંગ લગાવીને થાય છે.
તે પહેલા બરસાના મહિલાઓ રાધા રાનીનું પ્રતિનિધિત્વ કરીને પુરુષોને લાઠી મારે છે, જ્યારે પુરુષો (હુરિયારા) કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે અને ગુલાલથી હોળી રમે છે.
બરસાનામાં લઠમાર પહેલાં લડ્ડૂ હોળી રમાય છે, જ્યાં પૂજારી ભક્તો પર લડ્ડૂ વરસાવે છે.
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં હોળીના દિવસે હવા માં ગુલાલ ઉડે છે અને ભજન-રસિયા ગાયન સાથે મંદિરનું પ્રાંગણ ભક્તિમય રંગોમાં રંગાઈ જાય છે.
આ પણ વાંચો: Mangal Gochar 2026: 23 ફેબ્રુઆરીએ ગ્રહોના સેનાપતિ મંગળ કરશે રાશિ પરિવર્તન
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)