ચૈત્ર નવરાત્રિ દરમિયાન મા દુર્ગા તથા તેમના નવ સ્વરૂપોની વિધિવત પૂજા અને વ્રત રાખવાનો વિધાન છે. આ દરમિયાન ઘરે કળશ સ્થાપના કરીને નિયમોનું પાલન કરી મા દુર્ગાની આરાધના કરવામાં આવે છે. આવો જાણીએ કે ચૈત્ર નવરાત્રિ ક્યારે શરૂ થશે, તેમજ કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત, મંત્ર અને તિથિઓ વિશેની માહિતી.

ચૈત્ર નવરાત્રિ 2026 ક્યારે શરૂ થશે?

દ્રિક પંચાંગ મુજબ, ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 19 માર્ચ 2026, ગુરુવારના રોજ સવારે 6:52 વાગ્યે શરૂ થશે અને 20 માર્ચે સવારે 4:51 વાગ્યે પૂર્ણ થશે. ઉદયાતિથિના આધારે ચૈત્ર નવરાત્રિનો આરંભ 19 માર્ચ 2026થી માનવામાં આવશે.

ચૈત્ર નવરાત્રિ 2026 કળશ સ્થાપનાનુ મુહૂર્ત

પંચાંગ અનુસાર, આ વર્ષે ચૈત્ર નવરાત્રિ દરમિયાન કળશ સ્થાપના માટે બે શુભ મુહૂર્ત બની રહ્યા છે:

પ્રથમ મુહૂર્ત: સવારે 6:52 થી 7:43 સુધી

બીજુ મુહૂર્ત (અભિજીત મુહૂર્ત): બપોરે 12:05 થી 12:53 સુધી

મીન લગ્ન શરૂ: 19 માર્ચ 2026, સવારે 06:26 વાગ્યે

મીન લગ્ન સમાપ્ત: 19 માર્ચ 2026, સવારે 07:43 વાગ્યે

ચૈત્ર નવરાત્રિ 2026 ચોઘડિયા મુહૂર્ત

શુભ : 06:26થી 07:57 સવારે

ચલ : 10:58થી 12:29 સુધી

લાભ : 12:29થી 02:00 સુધી

અમૃત : 02:00થી 03:30 સુધી

શુભ: 05:01થી 06:32 સુધી

ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા

ચૈત્ર નવરાત્રિ દરમિયાન મા દુર્ગા સાથે તેમના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. પ્રથમ દિવસે મા શૈલપુત્રી, ત્યારબાદ બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા થાય છે.

ઘોડા પર સવાર થઈ આવશે મા દુર્ગા

જેમ દિવસે નવરાત્રિ શરૂ થાય છે, તે દિવસના આધારે મા દુર્ગાના વાહનનો નિર્ણય થાય છે. આ વર્ષે નવરાત્રિ ગુરુવારે શરૂ થઈ રહી છે, તેથી મા દુર્ગાનું વાહન ઘોડો રહેશે. મા દુર્ગાનું ઘોડા પર આગમન તેજ ગતિ, સંઘર્ષ અને સમાજમાં રાજકીય ઉથલપાથલ અથવા પરિવર્તનના સંકેત આપે છે.

આ પણ વાંચો: Shani Asta 2026: આ રાશિના જીવનમાં આવશે ખુશીના સમાચાર, હોળી પછી શનિદેવ થશે અસ્ત

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)