ભારતીય સમય મુજબ ચંદ્રગ્રહણ બપોરે 3:20 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:46 વાગ્યે પૂર્ણ થશે. ચંદ્રગ્રહણનો સૂતક કાળ ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા લાગી જાય છે. આ ગ્રહણનો સૂતક કાળ સવારે 6:20 વાગ્યે શરૂ થઈ ગયો છે. ચાલો જાણીએ કે સૂતક કાળ શરૂ થતાંથી લઈને ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી ઘરમાં કયા કામો ટાળવા જોઈએ.
સૂતક કાળમાં શું ન કરવું?
1. પૂજા-પાઠ
સૂતક કાળ લાગ્યા બાદ પૂજા-પાઠ અને ધાર્મિક વિધિઓ કરવી નહીં. આ સમયગાળા દરમિયાન મંદિરોના કપાટ બંધ કરવામાં આવે છે અને દેવ-દેવીઓની મૂર્તિઓને સ્પર્શ કરવો મનાઈ છે. સૂતક અને ગ્રહણ કાળ દરમિયાન માત્ર મંત્રજાપ કરી શકાય છે.
2. ખાવા-પીવા સંબંધિત કાર્ય
સૂતક લાગ્યા પછી રસોઈ બનાવવી અને ભોજન કરવું ટાળવું જોઈએ. માન્યતા મુજબ ગ્રહણના દોષથી ભોજન અશુદ્ધ થઈ શકે છે. તેથી અગાઉ બનાવેલા ભોજનમાં તુલસીના પાન મૂકવાની પરંપરા છે, જેથી તેની પવિત્રતા જળવાઈ રહે.
3. ગર્ભવતી મહિલાઓ
સૂતક અને ગ્રહણ કાળમાં ગર્ભવતી મહિલાઓને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. તેમને અણીવાળી અથવા ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. વઘાર, તડકા જેવા કામો ટાળવા. શક્ય હોય તો ઘરની બહાર પણ ન જવું.
4. વાળ-નખ અને દાઢી
સૂતક કાળમાં નખ કાપવા, વાળ કપાવા, દાઢી કરાવવી અથવા તેલ મસાજ કરાવવાથી પરહેજ કરવો જોઈએ.
5. શુભ-મંગલ કાર્ય
ચંદ્રગ્રહણ દરમિયાન નવા કાર્યની શરૂઆત ન કરવી. લાંબી મુસાફરી ટાળવી. નવી વસ્તુઓની ખરીદી ન કરવી. લગ્ન, સગાઈ અથવા ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો પણ આ સમયગાળામાં કરવામાં આવતા નથી.
આ પણ વાંચો: Chandra Grahan 2026: ગ્રહણ સમાપ્ત થતા જ કરીલો આ 7 કામ, મુશ્કેલી દૂર થશે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)