આ રીતે ગ્રહણનો સમય કુલ 3 કલાક 26 મિનિટ રહેશે. કારણ કે આ ગ્રહણ ભારતમાં પણ દેખાવાનું છે, તેથી તેનું મહત્વ વધુ વધી ગયું છે. આ ગ્રહણનો સુતક કાળ આજે સવારે 06 વાગ્યાને 20 મિનિટે શરૂ થઈ ગયો છે.
દેશભરમાં સુતક કાળના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. મંદિરોના કપાટ બંધ છે. ઘરોમાં પૂજા-પાઠ સહિતના ધાર્મિક કાર્ય અને ભોજન બંધ રાખવામાં આવ્યા છે. ભારતમાં જ્યારે ચંદ્રોદય થશે ત્યારે ચંદ્ર ગ્રહિત અવસ્થામાં હશે. ભારતમાં આ ચંદ્રગ્રહણ ગ્રસ્તોદિત રૂપે જોવા મળશે.
ભારતમાં 20થી 25 મિનિટ જ રહેશે ગ્રહણનો પ્રભાવ
સાંજે 4 વાગ્યાને 34 મિનિટથી 5 વાગ્યાને 33 મિનિટ સુધી પૂર્ણ ચંદ્રગ્રહણ રહેશે. ભારતમાં આ ગ્રહણ આશરે 20થી 25 મિનિટ સુધી જ દેખાશે. સાંજે 06 વાગ્યાને 20 મિનિટ પછી ગ્રહણ લાગેલો ચંદ્ર દેખાવા માંડશે અને 06 વાગ્યાને 46 મિનિટે ગ્રહણ સમાપ્ત થઈ જશે.
દિલ્હી સહિત મોટા શહેરોમાં ગ્રહણ દેખાવાનો સમય
Delhi-NCR: સાંજે 06:26 વાગ્યે
Prayagraj: સાંજે 06:08 વાગ્યે
Kanpur: સાંજે 06:14 વાગ્યે
Varanasi: સાંજે 06:04 વાગ્યે
Patna: સાંજે 05:55 વાગ્યે
Ranchi: સાંજે 05:55 વાગ્યે
Kolkata: સાંજે 05:43 વાગ્યે
Bhubaneswar: સાંજે 05:54 વાગ્યે
Guwahati: સાંજે 05:27 વાગ્યે
Chennai: સાંજે 06:21 વાગ્યે
Bengaluru: સાંજે 06:32 વાગ્યે
Hyderabad: સાંજે 06:26 વાગ્યે
Itanagar: સાંજે 05:07 વાગ્યે
આ તમામ સ્થળોએ ગ્રહણ સાંજે 06 વાગ્યાને 46 મિનિટે પૂર્ણ થશે.
ગ્રહણ પછી શું કરવું?
ગ્રહણ પૂર્ણ થયા પછી ઘરમાં ગંગાજળનો છાંટો કરો. ત્યારબાદ સ્નાન કરીને તાજું ભોજન બનાવીને ગ્રહણ કરો.
આ પણ વાંચો: Chandra Grahan 2026: ગ્રહણ સમાપ્ત થતા જ કરીલો આ 7 કામ, મુશ્કેલી દૂર થશે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)