માન્યતા મુજબ ગ્રહણ દરમિયાન નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધે છે, જે ઘર-પરિવારની સુખ-શાંતિ પર અસર કરી શકે છે. તેથી વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુઓ ગ્રહણ પહેલા જ ઘરેથી દૂર કરી દેવી શુભ માનવામાં આવે છે, જેથી સકારાત્મક ઊર્જા જળવાઈ રહે.
1. તૂટેલા વાસણ અથવા કાચ
ઘરમાં રાખેલા તૂટેલા વાસણ, તીરાડો વાળા કાચ અથવા તૂટી ગયેલી મૂર્તિઓ નકારાત્મક ઊર્જાને આકર્ષે છે. ગ્રહણ પહેલા આવી વસ્તુઓ દૂર કરી દેવી જોઈએ, નહીં તો આર્થિક અને માનસિક તણાવ વધી શકે છે.
2. બંધ પડી ગયેલી ઘડિયાળ
વાસ્તુ અનુસાર બંધ ઘડિયાળ જીવનમાં અટક અને અવરોધનું પ્રતિક છે. જો ઘરમાં કોઈ ઘડિયાળ બંધ હોય તો તેને તરત જ સમારકામ કરી લો અથવા દૂર કરો. ગ્રહણ સમયે આવી વસ્તુઓ નકારાત્મક અસર વધારી શકે છે.
3. સુકાઈ ગયેલા અથવા મુરઝાયેલ છોડ
ઘરમાં રાખેલા સુકાઈ ગયેલા અથવા મુરઝાયેલ છોડ અશુભ માનવામાં આવે છે. તે નિરાશા અને સ્થિરતાનું પ્રતિક છે. ચંદ્ર ગ્રહણ પહેલા આવા છોડ દૂર કરીને તાજા અને લીલા છોડ લગાવવું શુભ માનવામાં આવે છે.
4. બિનજરૂરી કબાટ અને જૂનો સામાન
લાંબા સમયથી ઉપયોગમાં ન આવતા બિનજરૂરી સામાનથી ઘરમાં ઊર્જાનો પ્રવાહ અટકે છે. ગ્રહણ પહેલા ઘર સાફ કરીને કબાટ દૂર કરવું શુભ છે, જેથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે.
ગ્રહણના દિવસે ઘરમાં ગંગાજળનું છંટકાવ કરો, દીવો પ્રગટાવો અને ભગવાનનું સ્મરણ કરો. આથી નકારાત્મકતા ઓછી થાય છે અને માનસિક શાંતિ જળવાય છે.
આ પણ વાંચો: Chandra Grahan 2026 : ચંદ્ર ગ્રહણ ક્યારે થશે શરૂ, ક્યારે લાગશે સૂતક કાળ જાણીલો ટાઇમ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)