આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં લાગશે અને લગભગ 3 કલાક 27 મિનિટ સુધી અસરકારક રહેશે. ગ્રહણની શરૂઆત બપોરે 3:20 વાગ્યે થશે અને સમાપ્તિ 6:46 વાગ્યે થશે.
ભારત સહિત પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત ક્ષેત્રના અનેક ભાગોમાં તે દેખાશે
આ ગ્રહણની ખાસ વાત એ છે કે ભારત સહિત પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત ક્ષેત્રના અનેક ભાગોમાં તે દેખાશે. ગ્રહણનો સૂતક સમય 9 કલાક પહેલાં શરૂ થઈ જશે. આ દરમિયાન ગૃહપ્રવેશ અથવા કોઈ નવી શરૂઆત જેવા શુભ કાર્યો ટાળવા સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ વધુ સાવચેતી રાખવી અને તમામ લોકોએ શાંતિપૂર્ણ મન રાખવું જરૂરી ગણાય છે.
કઈ રાશિઓએ રાખવી સાવચેતી
જ્યોતિષ મુજબ, આ ગ્રહણનો પ્રભાવ કેટલીક રાશિઓ પર થોડો ભારે પડી શકે છે. પૈસા, સ્વાસ્થ્ય અને કારકિર્દી સંબંધિત બાબતોમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. તેથી મોટા નિર્ણય લેતા પહેલાં વિચાર કરવો અને કોઈ વિવાદથી દૂર રહેવું સારું રહેશે. ધ્યાન અને સકારાત્મક વિચારધારા અપનાવવી લાભદાયક રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોને માટે આ સમય થોડો પડકારજનક બની શકે છે. મનમાં બેચેની રહેશે અને આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે. કામના સ્થળે તણાવ વધવાની શક્યતા છે અને અધિકારીઓ સાથે મતભેદ ઊભા થઈ શકે છે. અચાનક ખર્ચ વધી શકે છે, તેથી રોકાણ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. પરિવાર અને દાંપત્ય જીવનમાં પણ તણાવ જોવા મળી શકે છે. સ્વાસ્થ્ય બાબતે માથાનો દુખાવો, થાક અથવા આંખ સંબંધિત સમસ્યા થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય આર્થિક દબાણ લાવી શકે છે. પૈસા અટકી શકે છે અથવા પાછા મળવામાં મોડું થઈ શકે છે. નોકરી અને વ્યવસાય બંનેમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. સહકર્મીઓ સાથે મતભેદ વધી શકે છે અને છુપાયેલા વિરોધીઓ મુશ્કેલી ઉભી કરી શકે છે. માનસિક તણાવ વધશે અને સંબંધોમાં કડવાશ આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે પેટ અથવા બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા થઈ શકે છે, તેથી બેદરકારી ન રાખવી.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે આ સમય ગૂંચવણ અને અડચણો લઈને આવી શકે છે. કામ સમયસર પૂરું નહીં થાય અને મહેનતનું ફળ મોડું મળી શકે છે. ખર્ચ વધશે અને આર્થિક સ્થિતિ નબળી લાગશે. પરિવારના સભ્યો અથવા નજીકના લોકો સાથે મતભેદ થઈ શકે છે. માનસિક અસ્થિરતા અને ઊંઘની કમી પણ પરેશાન કરી શકે છે. મુસાફરી દરમિયાન સાવચેતી રાખવી અને કોઈ પર આંખ મીંચીને વિશ્વાસ ન કરવો.
આ પણ વાંચો: Vyatipat Yog 2026: સૂર્ય-ચંદ્ર સામસામે આ રાશિની વધશે મુશ્કેલી, તણાવ આર્થિક નુકસાન થશે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
