ગ્રહણ દરમિયાન શુભ અને તમામ પ્રકારના માંગલિક કાર્યો કરવાનું સંપૂર્ણપણે નિષિદ્ધ માનવામાં આવે છે. અહીં આપણે વર્ષ 2026ના પ્રથમ ચંદ્ર ગ્રહણ વિશે વાત કરી રહ્યા છીએ. વર્ષ 2026નું પ્રથમ ચંદ્ર ગ્રહણ પૂર્ણિમાના દિવસે લાગશે, જે દિવસે હોળિકા દહન પણ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ચંદ્ર ગ્રહણ શનિના સ્વામિત્વવાળી રાશિ કુંભમાં લાગશે. આવો જાણીએ ચંદ્ર ગ્રહણનો સમય અને સૂતક કાળ વિશે…
ચંદ્ર ગ્રહણ 2026 -તારીખ અને સમય
જ્યારે સૂર્ય અને ચંદ્રમા વચ્ચે પૃથ્વી આવી જાય છે ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે. વૈદિક પંચાંગ મુજબ 3 માર્ચ 2026ના રોજ લાગનાર આ ચંદ્ર ગ્રહણ વર્ષ 2026નું પ્રથમ ચંદ્ર ગ્રહણ રહેશે. આ ગ્રહણ સાંજે 6 વાગ્યે 27 મિનિટે શરૂ થઈને 6 વાગ્યે 45 મિનિટે પૂર્ણ થશે. આ ગ્રહણ ભારતમાંથી દેખાશે, તેથી ધાર્મિક માન્યતાઓ મુજબ તેનો સૂતક કાળ પણ માન્ય ગણાશે. ભારત ઉપરાંત યુરોપ, એશિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના અનેક ભાગોમાં પણ આ ગ્રહણ જોવા મળશે.
