જ્યારે આ બંને ગ્રહો એકસાથે આવે છે, ત્યારે વ્યક્તિના વ્યક્તિત્વમાં આકર્ષણ અને સંતુલન વધે છે. યોગ્ય સ્થિતિમાં તેમની યુતિ આર્થિક લાભ, ઉત્તમ સંબંધો અને સામાજિક માન-સન્માન આપી શકે છે. દ્રિક પંચાંગ અનુસાર, 28 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 11:02 કલાકે બુધ અને શુક્ર મીન રાશિમાં એક જ ડિગ્રી પર આવીને પૂર્ણ યુતિ બનાવશે. આ સંયોગ ફેબ્રુઆરી મહિનાના અંતે મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના માનવામાં આવી રહી છે. તેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે, પરંતુ કેટલાક રાશિઓ માટે આ સમય ખાસ તક લઈને આવી શકે છે.

મિથુન રાશિ:

મિથુન રાશિના લોકો માટે આ સમય વિચારશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત કરશે. સંવાદ કૌશલ્યમાં સુધારાશે, જેના કારણે કાર્યક્ષેત્રમાં લાભ મળશે. વેપાર, લેખન અથવા કોમ્યુનિકેશન સંબંધિત લોકોને નવા અવસરો મળી શકે છે. અટકેલા કાર્ય આગળ વધી શકે છે અને આવકના નવા માર્ગ ખૂલવાના છે.

વૃષભ રાશિ:

વૃષભ રાશિના લોકો માટે આ યુતિ લાભ અને નેટવર્કિંગ સાથે જોડાયેલી સારો સંકેત લાવી શકે છે. મિત્રો અથવા સંપર્કોના માધ્યમથી લાભ થશે. કલા, ફેશન અથવા સર્જનાત્મક ક્ષેત્રમાં કામ કરતા લોકોને ઓળખ મળી શકે છે. આર્થિક સ્થિતિ ધીમે ધીમે મજબૂત થશે અને સંબંધોમાં મીઠાસ રહેશે.

કન્યા રાશિ:

કન્યા રાશિના લોકો માટે આ સંયોગ ભાગીદારી અને સંબંધોને સુધારી શકે છે. બિઝનેસ પાર્ટનર સાથે સુમેળ વધશે. લગ્ન અથવા પ્રેમજીવનમાં સકારાત્મક બદલાવ શક્ય છે. સમજદારીપૂર્વક લેવાયેલ નિર્ણય ભવિષ્યમાં લાભ આપશે. નવા કરાર અથવા ક્લાઈન્ટ સાથે સ્થિરતા મળશે.

મીન રાશિ:

આ યુતિ મીન રાશિમાં બની રહી છે, તેથી તેનો પ્રભાવ આ રાશિ પર વધુ દેખાશે. વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે, લોકો તમારી વાતોને ગંભીરતાથી સાંભળશે. સર્જનાત્મક કાર્યમાં પ્રશંસા મળશે. આર્થિક સ્થિતિ સુધારાશે. માનસિક સ્પષ્ટતા વધશે અને યોગ્ય દિશામાં આગળ વધવું સરળ બનશે.

આ પણ વાંચો: Shukra Chandra Yuti : માર્ચ મહિનામાં શુક્ર અને ચંદ્રનો દુર્લભ સંયોગ, આ રાશિનો ગોલ્ડન ટાઇમ શરૂ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)