આ યોગ ખાસ કરીને મકર, ધન અને કર્ક રાશિના જાતકો માટે શુભફળદાયી માનવામાં આવે છે. મકર રાશિના લોકો માટે આ સમય આર્થિક બાબતોમાં રાહત લાવી શકે છે. અટકેલા કામ પૂર્ણ થવાની શક્યતા છે અને ધનલાભના નવા અવસર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં કરેલી મહેનતનું સકારાત્મક પરિણામ મળશે. પરિવારિક વાતાવરણ સુખદ રહેશે અને માનસિક તણાવમાં ઘટાડો થશે.
ધન રાશિના જાતકોને કારકિર્દી અને શિક્ષણ ક્ષેત્રે સારા સમાચાર મળશે
ધન રાશિના જાતકોને કારકિર્દી અને શિક્ષણ ક્ષેત્રે સારા સમાચાર મળી શકે છે. નવા અવસરોથી આત્મવિશ્વાસમાં વધારો થશે. સંબંધોમાં મધુરતા વધશે અને જૂના મતભેદો દૂર થઈ શકે છે. રોકાણ માટે સમય અનુકૂળ રહી શકે છે, પરંતુ વિચારપૂર્વક નિર્ણય લેવો જરૂરી છે.
દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે
કર્ક રાશિના લોકો માટે આ સંયોગ ભાવનાત્મક સંતુલન અને પરિવારિક સુખ લાવી શકે છે. દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે અને પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને અચાનક લાભના યોગ પણ બની શકે છે.
શુક્ર-ચંદ્ર સંયોગ પ્રગતિ, સુખ અને સમૃદ્ધિનો સંકેત
જ્યોતિષ અનુસાર, આ સમયમાં “ૐ નમઃ શિવાય” અથવા “ૐ શુક્રાય નમઃ” મંત્રનો 108 વખત જપ કરવાથી સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. કુલ મળીને, માર્ચમાં બનતો આ શુક્ર-ચંદ્ર સંયોગ પ્રગતિ, સુખ અને સમૃદ્ધિના સંકેત આપે છે.
આ પણ વાંચો: Mahashivratri 2026: મહાશિવરાત્રિની રાત કેમ સૌથી શક્તિશાળી અને પવિત્ર ?
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)