જ્યોતિષીય માન્યતાઓ મુજબ ચંદ્ર ગ્રહણનો પ્રભાવ તમામ રાશિઓ પર અલગ-અલગ સમયગાળામાં પડે છે, જે થોડા સમયથી લઈને દિવસો અથવા મહિનાઓ સુધી રહી શકે છે. પંચાંગ અનુસાર આ વખતે 3 માર્ચ 2026ના રોજ હોળિકા દહનના દિવસે ચંદ્ર ગ્રહણ લાગશે, જે સિંહ રાશિ અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પડશે. વર્ષ 2026નું આ પહેલું ચંદ્ર ગ્રહણ હશે જે ભારતમાં દેખાશે, તેથી તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે. જોકે, આ દિવસે થતી કેટલીક મહત્વપૂર્ણ જ્યોતિષીય સ્થિતિઓને કારણે ઘણા લોકો ગ્રહણના નકારાત્મક પ્રભાવથી બચી શકે છે.

ચંદ્ર ગ્રહણના દિવસે ગ્રહોની સ્થિતિ

સૂર્ય -કુંભ રાશિ

ચંદ્ર -સિંહ રાશિ

મંગળ- કુંભ રાશિ

બુધ -કુંભ રાશિ

ગુરુ (બૃહસ્પતિ) -મિથુન રાશિ

શુક્ર -મીન રાશિ

શનિ - મીન રાશિ

રાહુ -કુંભ રાશિ

કેતુ - સિંહ રાશિ

ચંદ્ર ગ્રહણનો સમય અને સૂતક કાળ (ભારતીય સમય મુજબ)

ચંદ્ર ગ્રહણનો સમય -બપોરે 3:20 થી સાંજે 6:47 સુધી

ચંદ્રોદય -સાંજે 6:26 વાગ્યે

સૂતક કાળ —-સવારે 9:39 થી સાંજે 6:46 સુધી

12 રાશિઓ પર ચંદ્ર ગ્રહણનો પ્રભાવ

મેષ -નકારાત્મક અસર

વૃષભ -સકારાત્મક અસર

મિથુન -નકારાત્મક અસર

કર્ક - નકારાત્મક અસર

સિંહ -નકારાત્મક અસર

કન્યા - નકારાત્મક અસર

તુલા - નકારાત્મક અસર

વૃશ્ચિક -નકારાત્મક અસર

ધન- સકારાત્મક અસર

મકર -નકારાત્મક અસર

કુંભ- નકારાત્મક અસર

મીન - મિશ્ર અસર

જ્યોતિષ મુજબ ગ્રહણ દરમિયાન ધાર્મિક જાપ, ધ્યાન અને દાન કરવું શુભ માનવામાં આવે છે, જેથી તેના અશુભ પ્રભાવને ઘટાડવામાં મદદ મળે છે.

આ પણ વાંચો: Holika Dahan: 3, 5 કે 7 હોળી ફરતે કેટલી પરિક્રમા કરવી જોઇએ? જાણીલો ધાર્મિક મહત્ત્વ