આજે દેવશયની એકાદશી આજથી 4 માસ દરમીયાન એટલે કે, 119 દિવસ લગ્નના શુભ મુહૂર્ત નથી. હવે 119 દિવસ પછી દેવ ઉઠી અગીયારસથી લગ્નની શરણાઈઓ ફરી ગુંજતી થશે.
દેવ શયની એકાદશીનું વિશેષ માહાત્મય છે
આજે તા. 6 જુલાઈના રોજ અષાઢ માસની શુકલ પક્ષની અગીયારસ એટલે કે, દેવશયની એકાદશી છે. દેવશયની એકાદશીથી ચાર માસ સુધી દેવતાઓનો શયનકાળ રહે છે. આથી આ સમય દરમીયાન શુભકાર્યો પર બ્રેક લાગશે. અને તા 2નવેમ્બરે દેવઉઠી અગીયારસથી શુભકાર્યો કરી શકાશે. કારતક માસના શુકલ પક્ષની એકાદશી એટલે કે, દેવ ઉઠી અગીયારસથી ભગવાન યોગ નીદ્રામાંથી બહાર આવશે. 2 નવેમ્બરે દેવ પ્રબોધીની એકાદશીથી લગ્ન સહીતના શુભ કાર્યો કરી શકાશે.
આજથી 119 દિવસ એટલે કે, 2નવેમ્બર સુધી લગ્ન, સગાઈ, વાસ્તુપુજન સહીતના કાર્યો પર રોક લાગશે
દેવશયની અને દેવઉઠી એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પીત છે. આ વખતે દેવશયની એકાદશી રવીવારે આવે છે. આ દિવસે ઉપવાસ કરનારને પુજા, જાપ અને તપનું બમણુ ફળ મળે છે. ચાતુર્માસ દરમીયાન શુભ કાર્યો ન કરવા જોઈએ. આથી આજથી 119 દિવસ એટલે કે, 2નવેમ્બર સુધી લગ્ન, સગાઈ, વાસ્તુપુજન સહીતના કાર્યો પર રોક લાગશે.
દેવમંદિરોમાં દર્શનાર્થે ભકતોનો મહેરામણ ઊમટશે
અષાઢ સુદ એકાદશી એટલે દેવપોઢી એકાદશી, આ એકાદશીના દિવસ રવિવારથી ચાતુર્માસનો પ્રારંભ થયો . હિન્દુ શાસ્ત્રોમાં ચાતુર્માસનું વિશેષ માહાત્મય દર્શાવવામાં આવ્યું છે. યાત્રાધામોમાં દેવમંદિરોમાં દર્શનાર્થે ભકતોનો મહેરામણ ઊમટશે.ચાર માસ દરમિયાન ભકતો વિવિધ નિયમ ધારણ કરીને ભકિત આરાધના કરશે અને આ ચાર મહિના માંગલિક કાર્યો થશે નહીં
દેવ શયની એકાદશીનું વિશેષ માહાત્મય છે
દેવ શયની એકાદશીનું વિશેષ માહાત્મય છે. હિન્દુધર્મ શાસ્ત્રો પ્રમાણે અષાઢ સુદ એકાદશી થી કારતક સુદ એકાદશી (ચારમાસ ) સુધી ભગવાન શ્રી વિષ્ણુ નારાયણ યોગનિદ્રા ધારણ કરશે. જેને લઇને આ ચાર માસ દરમિયાન કોઇ શુભકાર્ય કરવામાં આવતાં નથી .જેમકે લગ્ન વિવાહ , મુંડન ,જનોઇ, ગૃહપ્રવેશ વિગેર માંગલિક કાર્યો યોજાતા નથી. દેવશયની (દેવપોઢી) એકાદશી પર્વ અને રવિવારને લઇને વૈષ્ણવો અને શ્રદ્ધાળુઓનો મહેરામણ ઊમટી પડશે. આ દિવસથી વૈષ્ણવો ગોમતીની પરિક્રમા ફરશે . ચાતુર્માસની તમામ એકાદશીના દિવસે ગોમતીની પરિક્રમા ફરીને વૈષ્ણવો પૂણ્યનું ભાથું બાંધશે.
દેવશયની એકાદશી પર્વને લઇને મંદિરમાં ભકતોનો ધસારો વધી જશે. મંદિરમાં સવારે મંગળાઆરતી થયા બાદ ભગવાનને કેસર સ્નાન કરાવવામાં આવશે. ત્યારબાદ ભગવાનને વિશેષ વાઘા અને આભુષણો ધરાવવામાં આવશે અને દેવશયની ઉત્સવ નિમિતે ભગવાનને તિલક કરાશે, સાંજે 04.30 વાગ્યાના અરસામાં ઉત્થાપન આરતી થશે . ત્યારબાદ એકાદશી નિમિતે ભગવાન રણછોડરાયજીના બાળસ્વરૂપ શ્રી ઠાકોરજીની વાજતે ગાજતે શોભાયાત્રા નીકળશે.જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાશે. આ શોભાયાત્રા શ્રાી લક્ષ્મીજી મંદિર જઇને પરત નિજ મંદિરમાં આવશે. આ પર્વને લઇને મંદિરમાં દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ રહશે અને મંદિર આખો દિવસ જય રણછોડ.... માખણચોરના નાદથી ગુંજતું રહેશે. આ ચાતુર્માસની સાથે ધાર્મિક તહેવારોની સિઝન પણ શરૂ થાય છે.













