નીલકંઠ પક્ષીનું દર્શન
શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર નીલકંઠ પક્ષીને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. શ્રીરામે રાવણ વધ પહેલાં આ પક્ષીના દર્શન કર્યા હતા. - ઉપાય : દશેરાના દિવસે સવારે કે બપોરના સમયે નીલકંઠ પક્ષીના દર્શન કરવા અત્યંત શુભ માનવામાં આવે છે. જો પક્ષીના દર્શન ન થાય,તો ભગવાન શિવના મંદિરે જઈ 'ૐ નમઃ શિવાય'મંત્રના જાપ સાથે જળાભિષેક કરવાથી ભાગ્યોદય થાય છે અને દુર્ભાગ્ય દૂર થાય છે.
અપરાજિતા પૂજન દ્વારા વિજય પ્રાપ્તિ
અપરાજિતા એટલે કે જેને કોઈ પરાજિત ન કરી શકે. જીવનમાં ચાલી રહેલા સંઘર્ષો,કોર્ટ-કચેરીના વિવાદ કે શત્રુઓ પર વિજય મેળવવા માટે આ ઉપાય ઉત્તમ છે.
-ઉપાય : વિજયાદશમીએ ઈશાન ખૂણામાં (ઉત્તર-પૂર્વ) અપરાજિતા દેવીનું પૂજન કરવું. અપરાજિતાના વાદળી ફૂલ માતાજીને અર્પણ કરી પૂજા કર્યા બાદ તેને પોતાની પાસે કે પાકીટમાં રાખવાથી દરેક ક્ષેત્રમાં વિજયની સંભાવના વધે છે.
શસ્ત્ર અને આજીવિકાના સાધનોનું પૂજન
દશેરાનો દિવસ વિજય સાધનાનો દિવસ છે. આ દિવસે ક્ષત્રિયો શસ્ત્રો પૂજે છે અને સામાન્ય લોકો પોતાની રોજીરોટીના સાધનોની પૂજા કરે છે.- ઉપાય : વેપારીઓ,કારીગરો,એન્જિનિયરો,કલાકારો કે વિદ્યાર્થીઓએ પોતાની કલમ,પુસ્તકો,વાહનો,કમ્પ્યૂટર અથવા વ્યવસાયિક સાધનો સાફ કરી ચંદન-કંકુ લગાવી પૂજા કરવી જોઈએ. આનાથી બુદ્ધિ અને કાર્યક્ષમતા વધે છે તેમજ ધંધા-રોજગારમાં પ્રગતિ થાય છે.
રાવણ દહન બાદ રાખ (ભસ્મ) ઘરે લાવવી
રાવણ દહન એ અહંકાર,દુષ્પ્રવૃત્તિ અને નકારાત્મક શક્તિઓના નાશનું પ્રતીક છે.
-ઉપાય : રાવણ દહન પૂર્ણ થયા પછી ત્યાંની થોડી રાખ લાવીને સરસવના તેલમાં મેળવી ઘરના મુખ્ય દ્વાર પર હળવો ટપકો કરવાથી અથવા રાખને એક કાગળમાં લપેટી ઘરના અગ્નિ ખૂણામાં રાખવાથી નજરદોષ અને નકારાત્મક શક્તિઓથી ઘર સુરક્ષિત રહે છે.
નવી સારવણી (ઝાડૂ)ની ખરીદી અને દાન
હિન્દુ શાસ્ત્રોમાં સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક ગણવામાં આવે છે,કારણ કે તે ઘરમાંથી દરિદ્રતા અને કચરાનો નિકાલ કરે છે.
-ઉપાય : દશેરાની સવારે કોઈ ધાર્મિક સ્થળ કે મંદિરમાં ગુપ્ત રીતે સાવરણીનું દાન કરવું. ઉપરાંત,આ દિવસે ઘર માટે નવી સાવરણી ખરીદીને લાવવાથી વાસ્તુદોષનું નિવારણ થાય છે અને લક્ષ્મીજીની કૃપા જળવાઈ રહે છે.
પીપળા નીચે 10 દીવા પ્રગટાવવા
રાવણના દસ માથા એ દસ પાપો (કામ,ક્રોધ,લોભ,મોહ,મદ,મત્સર વગેરે)ના પ્રતીક છે.
-ઉપાય : દશેરાની સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલના અથવા તલના તેલના 10 દીવા પ્રગટાવો. દરેક દીવો પ્રગટાવતી વખતે મનમાં રહેલી કોઈ એક ખરાબ આદત કે નકારાત્મક વિચાર છોડવાનો સંકલ્પ કરો. આ ઉપાયથી પિતૃદોષ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે.
ફટકડી અને લવિંગ દ્વારા નજરદોષ નિવારણ
જો પરિવારના કોઈ સભ્યને વારંવાર નજર લાગતી હોય અથવા ઘરમાં ક્લેશ રહેતો હોય તો દશેરાનો દિવસ આ દોષ દૂર કરવા માટે શ્રેષ્ઠ છે.
-ઉપાય : એક ટુકડો ફટકડી અને ૭ લવિંગ લઈ ઘરના તમામ સભ્યો પરથી ૭ વાર ઘડિયાળની દિશામાં ઓવારી લો. ત્યારબાદ તેને ઘરની બહાર અથવા કોઈ નિર્જન સ્થળે દક્ષિણ દિશા તરફ ફેંકી દો અથવા અગ્નિમાં બાળી દો. તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા તરત નાશ પામે છે.
સુંદરકાંડ અથવા રામરક્ષા સ્તોત્રનો પાઠ
ભગવાન શ્રીરામની કૃપા મેળવવા અને કુંડળીમાં સૂર્ય તેમજ ગુરુ ગ્રહને બળવાન બનાવવા માટે આ ઉપાય રામબાણ ઈલાજ સમાન છે.
-ઉપાય : દશેરાના દિવસે સાંજના સમયે પરિવાર સાથે બેસીને સુંદરકાંડ અથવા ૧૧ વખત રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો. જો સમય ઓછો હોય તો 'શ્રી રામ જય રામ જય જય રામ'મંત્રની ૧ માળા જરૂર કરવી. તેનાથી આત્મવિશ્વાસ વધે છે અને અટકેલા કામો પૂર્ણ થાય છે.
જરૂરિયાતમંદોને ગુપ્ત દાન અને ભોજન
દશેરા એ અહંકાર ત્યજીને પરોપકાર કરવાનો દિવસ છે. દાન કરવાથી કુંડળીના ગ્રહદોષોનું શમન થાય છે.
-ઉપાય : ગરીબ,અસહાય કે જરૂરિયાતમંદ વ્યક્તિઓને પીળા વસ્ત્રો,અનાજ,મીઠાઈ (ખાસ કરીને જલેબી) અથવા ગુપ્ત દ્રવ્યનું દાન કરો. પ્રાણી-પક્ષીઓને ચણ અને ગાયને લીલો ઘાસચારો ખવડાવવાથી તમામ ગ્રહો અનુકૂળ બને છે. દશેરાના દિવસે શ્રદ્ધા અને શુદ્ધ અંતઃકરણથી કરવામાં આવેલા આ ઉપાયો માત્ર ગ્રહદોષ જ દૂર નથી કરતા,પરંતુ જીવનમાં નવી સકારાત્મક ઊર્જા,ઉત્સાહ અને પ્રગતિના નવા માર્ગો ખોલે છે.
આ પણ વાંચો: Dussehra 2026: વિજયાદશમીનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ શું છે? જાણો દશેરા પર્વ સાથે જોડાયેલી પરંપરાઓ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)