ફેંગશુઈના સિદ્ધાંતો અનુસાર રસોડામાં રહેલી ઊર્જા આખા ઘરના વાતાવરણને પ્રભાવિત કરે છે. જો રસોડામાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જળવાઈ રહે તો પરિવારના સભ્યોના જીવનમાં ખુશીઓ, આરોગ્ય અને આર્થિક પ્રગતિ વધે છે.


ફેંગશુઈ એક પ્રાચીન ચીની વિજ્ઞાન છે, જે પ્રાકૃતિક ઊર્જા એટલે કે "ચી"ના સંતુલિત પ્રવાહ પર ભાર મૂકે છે. તેના અનુસાર રસોડામાં કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખવાથી શુભ પરિણામ મળી શકે છે.

રસોડું હંમેશા સ્વચ્છ રાખો

ફેંગશુઈ મુજબ ગંદકી નકારાત્મક ઊર્જાને આકર્ષે છે. તેથી રસોડામાં વાસણો એકઠા ન થવા દેવા, કાઉન્ટર સાફ રાખવા અને બિનજરૂરી વસ્તુઓ દૂર કરવી જરૂરી છે. સ્વચ્છ રસોડું ઘરમાં સકારાત્મકતા વધારવામાં મદદરૂપ બને છે.

ગેસ સ્ટવની નિયમિત સફાઈ કરો

ગેસ સ્ટવને સમૃદ્ધિ અને સુખાકારીનું પ્રતીક માનવામાં આવે છે. સ્ટોવને સ્વચ્છ રાખવાથી ઘરમાં શુભ ઊર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે. સાથે જ તમામ બર્નરનો સમયાંતરે ઉપયોગ કરવો પણ લાભદાયક માનવામાં આવે છે, કારણ કે તે જીવનમાં નવા અવસરોનું પ્રતીક ગણાય છે.

પ્રકાશ અને હવાની યોગ્ય વ્યવસ્થા

રસોડામાં પૂરતો પ્રકાશ અને તાજી હવાનું આવન-જાવન હોવું જરૂરી છે. કુદરતી પ્રકાશ સકારાત્મક ઊર્જાને સક્રિય બનાવે છે, જ્યારે સ્વચ્છ હવા વાતાવરણને તાજગીભર્યું રાખે છે.

તૂટેલી અને બિનઉપયોગી વસ્તુઓ દૂર કરો

તૂટેલા વાસણો, ખરાબ ઇલેક્ટ્રોનિક સાધનો અથવા લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતી વસ્તુઓ ઊર્જાના પ્રવાહમાં અવરોધ ઊભો કરી શકે છે. તેથી આવી વસ્તુઓને તરત જ દૂર કરવી વધુ યોગ્ય ગણાય છે.

શુભ રંગોની પસંદગી

રસોડામાં પીળો, નારંગી, લાલ અથવા હળવો લીલો રંગ શુભ માનવામાં આવે છે. આ રંગો ઉત્સાહ, આરોગ્ય અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. ખૂબ ઘાટા અથવા અતિશય કાળા રંગોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

અગ્નિ અને જળ તત્વનું સંતુલન

સિંક અને ગેસ સ્ટવને શક્ય હોય ત્યાં સુધી એકબીજાથી થોડા અંતરે રાખવા જોઈએ. જો જગ્યા ઓછી હોય તો બંને વચ્ચે લીલા રંગની ચટાઈ અથવા નાનો છોડ રાખવાથી સંતુલન જાળવવામાં મદદ મળે છે.

ફેંગશુઈના આ સરળ ઉપાયો અપનાવીને રસોડાને વધુ સકારાત્મક અને ઉર્જાસભર બનાવી શકાય છે, જે આખા પરિવારના સુખ અને સમૃદ્ધિમાં વધારો કરવામાં મદદરૂપ બની શકે છે.

આ પણ વાંચો: Vastu Tips for Roti: થાળીમાં એક સાથે 3 રોટલી પીરસવાથી આવશે દરિદ્રતા

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: