જ્યોતિષ શાસ્ત્રમાં 'ગજકેસરી યોગ'ને તમામ રાજયોગોમાં સૌથી પરમ પવિત્ર, શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. વર્ષ 2026 માં જૂન મહિનાની શરૂઆતમાં જ ગ્રહોનો એક એવો અદ્ભુત સંયોગ બની રહ્યો છે, જે કેટલાય જાતકો માટે વરદાન સાબિત થવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ કે આ રાજયોગ ક્યારે સક્રિય થશે અને કઈ 6 ભાગ્યશાળી રાશિઓ પર ધન અને વૈભવનો વરસાદ થશે.


ક્યારે સક્રિય થશે ગજકેસરી યોગ?

જ્યોતિષીય ગણતરીઓ અને પંચાંગ અનુસાર, વર્ષ 2026 માં 4 જૂન, 5 જૂન અને 6 જૂન એમ ત્રણ દિવસ સુધી આ ગજકેસરી યોગ અત્યંત પ્રભાવશાળી રહેશે. આ સમયગાળા દરમિયાન બ્રહ્માંડમાં દેવગુરુ બૃહસ્પતિ (ગુરુ) અને મન ના કારક ચંદ્રદેવની યુતિ અદ્ભુત પરિણામો આપશે, જેનાથી પ્રગતિના બંધ દ્વાર ખુલી જશે.

 શું છે ગજકેસરી યોગ?

જ્યારે કુંડળીમાં ગુરુ ગ્રહ, ચંદ્રની સાપેક્ષમાં કેન્દ્ર સ્થાને (એટલે કે 1લા, 4થા, 7મા અથવા 10મા ભાવમાં) બિરાજમાન હોય, ત્યારે ગજકેસરી યોગનું નિર્માણ થાય છે.

'ગજ' એટલે હાથી (જે વૈભવ અને રાજવી ઠાઠનું પ્રતીક છે).

'કેસરી' એટલે સિંહ (જે સાહસ અને શક્તિનું પ્રતીક છે).

આ યોગ જે વ્યક્તિની કુંડળીમાં સક્રિય થાય છે તેને અપાર હિંમત, અઢળક સંપત્તિ, સમાજમાં માન-પ્રતિષ્ઠા અને આંતરિક શાંતિ મળે છે. 2026 નો આ યોગ ખાસ કરીને કરિયર અને બિઝનેસમાં મોટો આર્થિક ઉછાળો લાવનારો સાબિત થશે.

આ 6 રાશિઓના જાતકોને મળશે બમ્પર લોટરી!

મેષ (Aries): નોકરી-ધંધામાં પ્રગતિની નવી તકો હાથ લાગશે. સામાજિક વર્તુળમાં તમારું કદ અને માન-સન્માન વધશે.

મિથુન (Gemini): આકસ્મિક ધનલાભ થવાના પ્રબળ યોગ છે. લાંબા સમયથી અટકેલા સરકારી કે ખાનગી કામો ઝડપથી પૂર્ણ થશે.

કર્ક (Cancer): આર્થિક દૃષ્ટિએ આ ગોચર ગોલ્ડન પિરિયડ સમાન છે. ભૂતકાળમાં કરેલું રોકાણ હવે બમણું વળતર આપશે.

કન્યા (Virgo): કાર્યક્ષેત્ર (ઑફિસ) માં તમારા કામની પ્રશંસા થશે. ઉચ્ચ અધિકારીઓ ખુશ થતાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટની વકી છે.

ધનુ (Sagittarius): તમારી નિર્ણયશક્તિ અને વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનશે. કોઈને ઉધાર આપેલા નાણાં અચાનક પરત મળી શકે છે.

મીન (Pisces): દાંપત્યજીવનમાં મધુરતા અને સુખ-શાંતિ રહેશે. ભાગ્યનો 100 ટકા સાથ મળવાથી બગડેલા કામ સુધરી જશે.

આ મહાયોગનો મહત્તમ લાભ કેવી રીતે મેળવવો?

જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, ગજકેસરી યોગના શુભ ફળને બમણું કરવા માટે નીચેના ઉપાયો કરવા જોઈએ:

ભગવાન વિષ્ણુની આરાધના: આ દિવસોમાં નિયમિતપણે શ્રીહરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની સંયુક્ત પૂજા કરો.

પીળી વસ્તુઓનું દાન: ગુરુવારે ચણાની દાળ, કેળાં કે પીળા વસ્ત્રોનું દાન ગરીબોને કરવું શુભ રહેશે.

તિલક ધારણ કરવું: આ ત્રણ દિવસ દરમિયાન રોજ સવારે પૂજા કર્યા પછી કપાળ પર કેસર અથવા હળદરનું તિલક ચોક્કસ લગાવો.

આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?

  • Follow us on: