21 એપ્રિલ 2026ના રોજ એક ખાસ અને શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે, જ્યારે ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં પહેલાથી હાજર ગુરુ (બૃહસ્પતિ) સાથે યૂતિ કરશે. આ યૂતિથી બનતો ગજકેસરી યોગ ખૂબ જ પ્રભાવશાળી અને શુભ ફળ આપનાર માનવામાં આવે છે.


ગજકેસરી યોગ ત્યારે બને છે જ્યારે ગુરુ અને ચંદ્ર એક જ રાશિમાં અથવા કેન્દ્ર સ્થાનોમાં હોય

ગજકેસરી યોગ ત્યારે બને છે જ્યારે ગુરુ અને ચંદ્ર એક જ રાશિમાં અથવા કેન્દ્ર સ્થાનોમાં હોય છે. જ્યોતિષમાં ગુરુને જ્ઞાન, ધન અને વૃદ્ધિનો કારક માનવામાં આવે છે, જ્યારે ચંદ્ર મન, ભાવનાઓ અને માનસિક સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ બંને ગ્રહ એકસાથે આવે છે, ત્યારે વ્યક્તિને માનસિક મજબૂતી, આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્ઠા મળવાની શક્યતા વધી જાય છે.

મિથુન રાશિને થશે ફાયદો

આ વખતે આ યોગ મિથુન રાશિમાં બની રહ્યો છે, જેના કારણે કેટલીક રાશિઓ પર તેનો ખાસ સકારાત્મક પ્રભાવ જોવા મળશે. આ રાશિના જાતકોને કારકિર્દીમાં પ્રગતિ, વ્યવસાયમાં લાભ અને નવા અવસરો મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે અને ધનલાભના યોગ બની શકે છે. સાથે જ સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાના સંકેત છે.

આ સમય રોકાણ માટે પણ અનુકૂળ

જ્યોતિષીય દ્રષ્ટિએ આ સમય રોકાણ માટે પણ અનુકૂળ માનવામાં આવે છે. જે લોકો નવી યોજના શરૂ કરવા માંગે છે અથવા મોટા નિર્ણય અંગે મૂંઝવણમાં છે, તેમના માટે આ યોગ સકારાત્મક પરિણામ આપી શકે છે. જોકે, કોઈપણ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારવું જરૂરી છે.

મિથુન, સિંહ, ધનુ,કન્યા અને કુંભ રાશિને આ યોગથી ખુબજ ફાયદો થશે

ગજકેસરી યોગનો પ્રભાવ માત્ર આર્થિક જ નહીં, પરંતુ માનસિક અને આધ્યાત્મિક રીતે પણ લાભદાયક હોય છે.  આ સમયગાળા દરમિયાન વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપૂર રહે છે અને નિર્ણય લેવાની ક્ષમતા સુધરે છે.  21 એપ્રિલ 2026નો આ યોગ ઘણા લોકો માટે જીવનમાં નવી સફળતા અને સમૃદ્ધિના દરવાજા ખોલી શકે છે. 

આ પણ વાંચો: Vastu Tips: તૂટેલા રમકડા રાખો છો ઘરમાં? દાન કરતા પહેલા જાણીલો આ નિયમ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: