ચંદ્ર લગભગ અઢી દિવસ સુધી એક રાશીમાં રહે છે, જેના કારણે તે વારંવાર અન્ય ગ્રહો સાથે યુતિ બનાવે છે. ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, જેના કારણે માર્ગી ગુરુ (બૃહસ્પતિ) સાથે મળીને શક્તિશાળી ગજકેસરી રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગના પ્રભાવથી કેટલીક રાશિના જાતકોને સુખ-સમૃદ્ધિ, ધન અને માન-સન્માન મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે અને આર્થિક વૃદ્ધિ જોવા મળી શકે છે.
25 માર્ચ 2026 બુધવારે સવારે 06:16 વાગ્યે ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે
દ્રિક પંચાંગ મુજબ, 25 માર્ચ 2026 બુધવારે સવારે 06:16 વાગ્યે ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 27 માર્ચ 2026 શુક્રવારે સવારે 09:35 વાગ્યા સુધી ત્યાં રહેશે. લગભગ 54 કલાક ચાલનારો આ શક્તિશાળી રાજયોગનો પ્રભાવ થોડા દિવસો સુધી રહે છે. ગજકેસરી રાજયોગ ત્યારે બને છે જ્યારે ગુરુ અને ચંદ્રની યુતિ થાય અથવા તેઓ એકબીજાથી કેન્દ્ર સ્થાનમાં હોય.
વૃષભ રાશિ (Taurus)
વૃષભ રાશિના જાતકો માટે આ રાજયોગ ખૂબ શુભ સાબિત થઈ શકે છે. ગુરુ બીજા ભાવ એટલે કે ધન ભાવમાં સ્થિત હોવાથી આ રાજયોગ આર્થિક લાભ આપનાર રહેશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. લાંબા સમયથી અટકેલા પૈસા મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે અને ઉચ્ચ શિક્ષણના અવસર મળશે. વૈવાહિક જીવન પણ સારું રહેશે.
સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના જાતકો માટે પણ આ રાજયોગ લાભદાયક રહેશે. 11મા ભાવમાં બનેલો આ યોગ ઇચ્છાપૂર્તિ કરાવનાર છે. નોકરીમાં પ્રમોશન અને સફળતા મળશે. નવા પ્રોજેક્ટ અને ભાગીદારીના અવસર મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. પ્રેમ અને દાંપત્ય જીવનમાં પણ સુખ મળશે.
કન્યા રાશિ (Virgo)
કન્યા રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગ કારકિર્દીમાં લાભ આપશે. દશમ ભાવમાં બનેલો આ યોગ નોકરીમાં સકારાત્મક ફેરફાર લાવશે. પ્રમોશન અને પ્રતિષ્ઠા વધશે. કાર્યક્ષેત્રમાં સફળતા અને નવી તક મળી શકે છે.
આ પણ વાંચો: Chaitra Navratri 2026: ક્યારે છે દુર્ગા અષ્ટમી? જાણો તિથિ અને કન્યા પૂજનનું શુભ મુહૂર્ત
Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)