જ્યોતિષ પંચાંગ અનુસાર ત્રિગ્રહી અને ચતુર્ગ્રહી યોગને ખુબ જ શુભ માનવામાં આવે છે. છાયા ગ્રહ કેતુ અને સૂર્ય સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. 30 ઓગસ્ટના રોજ ગ્રહોનો રાજકુમાર બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહોની યુતિ ત્રિગ્રહી યોગ બનાવશે. એટલે કે એકજ સ્થાને ત્રણ ગ્રહો એકઠા થશે જેના કારણે કેટલીક રાશિઓનો સુવર્ણ સમય શરૂ થઈ શકે છે. કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ થશે.
તુલા રાશિ
ત્રગ્રહી યોગનું નિર્માણ તુલા રાશિના લોકો માટે સકારાત્મક સાબિત થશે. આ યોગ તમારી રાશિના 11મા ભાવ પર બનશે. તમને રોકાણથી લાભ થવાની શક્યતા છે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. તમારી નાણાકીય સ્થિતિ સારી બનશે. કારકિર્દીમાં તમને નવી સિદ્ધિઓ મળશે. તમારી પ્રતિભા કલા, લેખન, સંગીત અથવા પ્રદર્શન જેવા સર્જનાત્મક ક્ષેત્રોમાં ચમકશે અને તમને સફળતા મળશે. પરિવાર સાથે સમય વિતાવવો તમારા માટે આનંદદાયક રહેશે. રોકાણથી લાભના સંયોગ
કર્ક રાશિ
ત્રિગ્રહી યોગની રચના તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને અચાનક પૈસા મળી શકે છે. તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ રહેશે અને લોકો તમારા વર્તન, શૈલી અને મધુર સ્વભાવ તરફ આકર્ષિત થશે.કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ થશે, જેના પછી તમે ધ્યાન કેન્દ્રિત કરીને તમારું કાર્ય કરી શકશો. જે લોકોનું કાર્ય-વ્યવસાય માર્કેટિંગ, વાણી, મીડિયા અને સંગીત ક્ષેત્ર સાથે સંબંધિત છે તેમને સારો લાભ મળી શકે છે.
વૃશ્ચિક રાશિ
ત્રિગ્રહી યોગથી તમને અણધાર્યા લાભ થશે કારણ કે આ યોગ તમારી રાશિથી કાર્યસ્થળ પર બનવાનો છે. આ સમય નવા પ્રોજેક્ટ શરૂ કરવા અથવા નેતૃત્વની ભૂમિકા ભજવવા માટે અનુકૂળ છે આ સમય દરમિયાન તમને રોકાણોથી લાભ મળી શકે છે. તમારી આવકના નવા સ્ત્રોત ખુલશે. અચાનક લાભ થશે