આશરે 120 વર્ષ બાદ શુક્ર, સૂર્ય અને શનિની દુર્લભ યુતિ બનવા જઈ રહી છે. આ સંયોગ આર્થિક, સામાજિક અને વ્યક્તિગત જીવનમાં મોટા બદલાવનું સંકેત આપી શકે છે. સૂર્ય આત્મવિશ્વાસ અને સત્તાનો કારક છે, શુક્ર ધન, વૈભવ અને સુખ-સુવિધાનો પ્રતિનિધિ છે, જ્યારે શનિ કર્મ, અનુશાસન અને ન્યાયના ગ્રહ માનવામાં આવે છે. આ ત્રણેય ગ્રહોની એક સાથે બનેલી યુતિ ખાસ ફળદાયી માનવામાં આવે છે.

ગ્રહોની સ્થિતિ ખૂબ જ ખાસ 

ફેબ્રુઆરી 2026 દરમિયાન ગ્રહોની સ્થિતિ ખૂબ જ ખાસ બની રહી છે. હાલમાં કુંભ રાશીમાં એક પછી એક ઘણા ગ્રહો એકત્રિત થઈ રહ્યા છે. અત્યારે કુંભ રાશીમાં રાહુ, બુધ અને શુક્ર પહેલેથી જ સ્થિત છે. ત્યારબાદ 13 ફેબ્રુઆરીએ સૂર્ય અને 23 ફેબ્રુઆરીએ મંગળ પણ કુંભ રાશીમાં પ્રવેશ કરશે. એટલે કે ફેબ્રુઆરીના અંત સુધી કુંભ રાશીમાં પાંચ મુખ્ય ગ્રહોનું વિશેષ સંયોગ બનશે.

પ્રગતિ, નવી તકો અને સામાજિક પ્રતિષ્ઠા વધશે

આ ગ્રહ સંયોગનો પ્રભાવ અનેક રાશિઓ પર ઊંડો પડી શકે છે. કેટલાક માટે આ સમય પ્રગતિ, નવી તકો અને સામાજિક પ્રતિષ્ઠા લઈને આવી શકે છે, જ્યારે કેટલાક માટે પડકારો અને મહત્વપૂર્ણ નિર્ણયોની પરિસ્થિતિ ઉભી કરી શકે છે.

ફેબ્રુઆરીની જેમ માર્ચ 2026માં પણ ગ્રહોની ચાલ ફરી એકવાર મોટો ફેરફાર લાવશે. ગ્રહોની આ ગતિ જીવનના વિવિધ ક્ષેત્રો જેમ કે કરિયર, આર્થિક સ્થિતિ, સંબંધો અને સ્વાસ્થ્ય પર અસરકારક સાબિત થઈ શકે છે. તેથી આ સમયગાળામાં વિચારપૂર્વક પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ યુતિ કરિયરમાં પ્રગતિના સંકેત આપી રહી છે. નવી જવાબદારીઓ મળી શકે છે. સરકારી ક્ષેત્ર કે પ્રશાસનિક કાર્યોમાં લાભ શક્ય છે. આવકમાં વધારો થવાના યોગ છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. રોકાણથી લાભ મળી શકે છે. પરિવારિક સુખમાં વધારો થશે અને અટકેલું ધન પાછું મળવાના સંકેત છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે. પ્રમોશન અથવા નવી નોકરીની તક મળી શકે છે.

તુલા રાશિ

તુલા રાશિ માટે આ સમય સંબંધો અને ભાગીદારીમાં લાભદાયક રહેશે. વેપારમાં નવી ડીલ ફાઈનલ થઈ શકે છે. ધનલાભના સારા યોગ છે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે શનિની વિશેષ કૃપા જોવા મળી શકે છે. મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. મિલકત અથવા વાહન ખરીદવાના યોગ બની શકે છે. જોકે આ યુતિ શુભ સંકેત આપી રહી છે, વ્યક્તિગત કુંડળી મુજબ પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. યોગ્ય માર્ગદર્શન હેઠળ લેવામાં આવેલા નિર્ણયો વધુ લાભદાયક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Mahashivratri 2026: મહાશિવરાત્રિ પર અનેક દુર્લભ રાજયોગ, આ રાશિ પર શિવજી રહેશે મહેરબાન

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)