મહાશિવરાત્રિ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં, પરંતુ જ્યોતિષીય દૃષ્ટિએ પણ ખાસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવત પૂજા સાથે વ્રત રાખવાનું વિશેષ મહત્વ છે. ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં લેતાં આ દિવસ કેટલીક રાશિના જાતકો માટે અત્યંત લાભદાયક સાબિત થઈ શકે છે.

 રૂચક રાજયોગ, બુધાદિત્ય યોગ, લક્ષ્મી નારાયણ યોગ

આ વર્ષે મહાશિવરાત્રિના દિવસે રૂચક રાજયોગ, બુધાદિત્ય યોગ, લક્ષ્મી નારાયણ યોગ, શુક્રાદિત્ય રાજયોગ અને નવપંચમ રાજયોગ જેવા શક્તિશાળી યોગો બની રહ્યા છે, જેનો પ્રભાવ બધી 12 રાશિઓ પર જોવા મળશે. ખાસ કરીને મકર સહિત ત્રણ રાશિઓ પર ભોળેનાથની વિશેષ કૃપા બની શકે છે.

મહાશિવરાત્રી 2026 પર ગ્રહોની સ્થિતિ

15 ફેબ્રુઆરીના દિવસે બુધ, સૂર્ય, રાહુ અને શુક્ર કુંભ રાશિમાં સ્થિત રહેશે, જેના કારણે ચતુર્ગ્રહી યોગ, બુધાદિત્ય યોગ, શુક્રાદિત્ય યોગ અને લક્ષ્મી નારાયણ યોગ રચાઈ રહ્યા છે. મિથુન રાશિમાં સ્થિત ગુરુ સાથે સૂર્ય, શુક્ર અને બુધ નવપંચમ રાજયોગ બનાવી રહ્યા છે. મંગળ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં રહી રૂચક પંચ મહાપુરુષ રાજયોગ રચશે. શનિ મીન રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં સ્થિત રહેશે.

મહાશિવરાત્રિ 2026 ક્યારે છે?

ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરી, રવિવારે સાંજે 5:04 વાગ્યે શરૂ થશે અને 16 ફેબ્રુઆરી, સોમવારે સાંજે 5:34 વાગ્યે પૂર્ણ થશે. નિશિતા કાળમાં શિવજીની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે, તેથી 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ ઉજવાશે.

મહાશિવરાત્રિ પર આ રાશિઓ પર રહેશે શિવજીની કૃપા
મકર રાશિ:

લગ્ન ભાવે રૂચક યોગ અને ધન ભાવે લક્ષ્મી નારાયણ, બુધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગ રચાઈ રહ્યા છે. આથી આર્થિક લાભની શક્યતા છે. અટકેલ પૈસા મળી શકે. આત્મવિશ્વાસ વધશે અને નોકરી-વ્યવસાયમાં લાભ મળશે.

કુંભ રાશિ:

પરિવારમાં સુખ-શાંતિ રહેશે. વૈવાહિક જીવનની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. માન-સન્માનમાં વધારો થશે અને અટકેલ ધન પરત મળી શકે છે.

તુલા રાશિ:

અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. માતા-પિતા અને ગુરુનો સહયોગ મળશે. કારકિર્દી અને વ્યવસાયમાં સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Chandra Grahan 2026: શનિની રાશિમાં થશે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણીલો તારીખ અને સૂતકનો સમય

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)