
બુધ,મંગળ, શુક્ર, સૂર્યનું ગોચર
આ મહિનાની શરૂઆતમાં 1 મેના રોજ બુધગ્રહ મેષ રાશિમાં અસ્ત થશે અને 15 મેના રોજ વૃષભ રાશિમાં તેનું ગોચર થશે. 26 મેના રોજ બુધ ફરીથી ઉદિત થશે. તે જ રીતે મંગળ 11 મેના રોજ મેષ રાશિમાં ગોચર કરશે. 14 મેના રોજ શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 15 મેના રોજ સૂર્ય વૃષભ રાશિમાં ગોચર કરશે.
આ ચાર ગ્રહોના ગોચરથી કેટલીક રાશિઓને સકારાત્મક પરિણામ મળી શકે છે.
મેષ રાશિ
મે મહિનામાં તમારા રાશિના સ્વામી મંગળ રૂચક યોગ બનાવશે અને ધન ભાવમાં સૂર્યનું ગોચર થશે. આથી આ મહિનો તમારા માટે શુભ રહેશે. ધન લાભ થશે અને કરિયરમાં પ્રગતિ મળશે. કોઈ શુભ કાર્યમાં ભાગ લેતા મન પ્રસન્ન રહેશે.
મિથુન રાશિ
અટકેલા કામ પૂર્ણ થશે. જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા હતા તેમના માટે સમય અનુકૂળ છે. બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. રોકાણમાંથી લાભ થશે અને આરોગ્યમાં સુધારો જોવા મળશે.
સિંહ રાશિ
ગ્રહોની સ્થિતિ તમારા માટે શુભ રહેશે. નવી વસ્તુ શીખવાનો મોકો મળશે. અટકેલું ધન પાછું મળી શકે છે, જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવાર સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
મકર રાશિ
આ મહિને જીવનમાં ખુશીઓ આવશે. કાર્યસ્થળે તમારી પ્રશંસા થશે. પૈસાની સમસ્યાઓ દૂર થશે અને આવકના નવા સ્ત્રોત મળશે. નવા અવસરો માટે તૈયાર રહેવું પડશે. પરિવારના શુભ પ્રસંગોમાં ભાગ લેશો.
આ પણ વાંચો: Dwidwadash Yog 2026: 11મેના શુક્ર ગુરૂનો શક્તિશાળી યોગ, આ રાશિને મળશે બમ્પર લાભ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)