બુધ ગ્રહ બુદ્ધિ, વાણી, વેપાર, તર્ક, ગણતરી અને કારકિર્દી સાથે સંબંધિત માનવામાં આવે છે. 21 સપ્ટેમ્બરના રોજ બુધ ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. મંગળના આ નક્ષત્રમાં બુધનું ગોચર રાત્રે ૧૦ વાગીને ૪૫ મિનિટે થશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર બુધનું આ નક્ષત્ર ગોચર કેટલીક રાશિઓ માટે શુભ રહી શકે છે. આ દરમિયાન કારકિર્દીમાં પ્રગતિ, આવકમાં વધારો અને આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેતો મળી શકે છે. ચાલો જાણીએ કઈ રાશિઓ માટે આ ગોચર લાભદાયક માનવામાં આવી રહ્યું છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે બુધનું ચિત્રા નક્ષત્રમાં ગોચર લાભદાયક રહી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સાથે પગારમાં વધારો થવાના યોગ બની શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે અને અચાનક ધનલાભની તકો મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. નવી નોકરીની શોધ કરી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. કાર્યસ્થળે અધિકારીઓનો સહયોગ મળવાની શક્યતા છે. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં પણ લાભ મળવાની આશા રાખી શકાય છે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે પણ બુધનું આ નક્ષત્ર ગોચર શુભ પરિણામ આપી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકોને સફળતા મળી શકે છે અને કોઈ મોટી ડીલ અંતિમ તબક્કે પહોંચી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહી શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. રોકાણમાંથી સારો લાભ મળવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમય દરમિયાન ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી શકાય છે. નવા કાર્યની શરૂઆત માટે પણ સમય અનુકૂળ રહી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે કારકિર્દીમાં પ્રગતિના સંકેતો મળી શકે છે. નોકરીમાં નવી જવાબદારી અથવા સફળતા પ્રાપ્ત થઈ શકે છે. મિલકતમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ રહેવાની જ્યોતિષીય માન્યતા છે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવી શકે છે અને ધન-ધાન્યમાં વધારો થઈ શકે છે. માનસિક તણાવમાં ઘટાડો થવાથી રાહતનો અનુભવ થઈ શકે છે. પ્રેમજીવનમાં પણ કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે.
મકર રાશિ
મકર રાશિના જાતકોના કારકિર્દી ક્ષેત્રે મોટો ફેરફાર અથવા પ્રગતિના સંકેતો જોવા મળી શકે છે. કોઈ લાંબા સમયથી અધૂરી રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ અગાઉની તુલનામાં વધુ મજબૂત બની શકે છે. ક્યાંક અટવાયેલા પૈસા પરત મળવાની સંભાવના છે. નવા લોકો સાથે સંપર્ક વધશે, જે વેપારમાં લાભદાયક સાબિત થઈ શકે છે. સારી કંપનીમાંથી નોકરીની ઓફર મળવાની શક્યતા પણ છે. આ ઉપરાંત વાહન ખરીદવાનું સપનું પણ પૂર્ણ થઈ શકે છે.
આ પણ વાંચો: Ganpati Visarjan : ગણપતિ વિસર્જન વખતે ભૂલથી પણ ન કરો આ કામ, પૂજા અને વિદાયની સાચી રીત જાણો
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)