2 માર્ચ 2026ના રોજ વૈભવ અને સુખના કારક ગ્રહ શુક્ર કુંભ રાશિ છોડીને પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. શુક્રના આ ગોચરથી ‘માલવ્ય રાજયોગ’ બનશે, જેને જ્યોતિષમાં સુખ-સમૃદ્ધિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ દરમિયાન કુંભ રાશીમાં સૂર્ય, મંગળ, બુધ અને રાહુની ચતુર્ગ્રહી યુતિ બનશે, જ્યારે મીન રાશીમાં શુક્ર અને શનિની યુતિ જોવા મળશે.

 ત્રિગ્રહી યોગ બનશે

15 માર્ચે સૂર્ય પણ મીન રાશીમાં પ્રવેશ કરશે, જેના કારણે ત્યાં ત્રિગ્રહી યોગ બનશે. 4 માર્ચે હોળીના તહેવાર પહેલાં બનેલો આ ગ્રહ સંયોગ 4 ખાસ રાશિઓ માટે ખુશીઓની ભેટ લઈને આવી રહ્યો છે. આવો જાણીએ કઈ રાશિઓ પર કૃપા વરસશે.

વૃષભ રાશિ (Taurus)

તમારી રાશિના સ્વામી શુક્રનું ઉચ્ચ રાશિમાં જવું તમારા માટે ‘ગોલ્ડન પિરિયડ’ની શરૂઆત સમાન છે. માર્ચ દરમિયાન આવકના સ્ત્રોતોમાં જબરદસ્ત વધારો થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા ઇન્ક્રિમેન્ટ મળી શકે છે. એકાદશ ભાવમાં સૂર્યની હાજરી વેપારના વિસ્તરણમાં મદદરૂપ બનશે. તમારી મીઠી વાણી સમાજમાં પ્રતિષ્ઠા વધારશે અને પરિવારનો પૂરતો સહયોગ મળશે.

મિથુન રાશિ (Gemini)

આર્થિક સમૃદ્ધિના મામલે માર્ચ મહિનો તમારા માટે આશીર્વાદ સમાન રહેશે. શુક્ર તમારા કર્મ ભાવમાં હોવાને કારણે તમારી સર્જનાત્મકતા નવી ઊંચાઈએ પહોંચશે. જો તમે કલા, સંગીત, અભિનય અથવા લેખન ક્ષેત્ર સાથે જોડાયેલા હો, તો મોટી સિદ્ધિ મળી શકે છે. જૂના રોકાણમાંથી અપેક્ષા કરતાં વધુ લાભ મળશે, જેના કારણે બેંક બેલેન્સમાં વધારો થશે.

વૃશ્ચિક રાશિ (Scorpio)

વિદ્યાર્થીઓ માટે આ સમય ‘ગેમચેન્જર’ સાબિત થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે. અટકેલું પૈસા પાછું મળવાથી આર્થિક તંગી દૂર થશે. કારકિર્દીમાં પ્રગતિના નવા માર્ગ ખુલશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ યોજાઈ શકે છે અને નજીકના સંબંધોમાં મજબૂતી આવશે.

કુંભ રાશિ (Aquarius)

માર્ચ મહિનો તમારી ઊર્જા અને આત્મવિશ્વાસને ઊંચાઈ પર લઈ જશે. તમારી રાશિના દ્વિતીય ભાવમાં સૂર્ય અને શુક્રનો પ્રભાવ કાર્યક્ષમતા વધારશે. કાર્યસ્થળ પર તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ મળી શકે છે. વિદેશી વેપાર સાથે જોડાયેલા લોકો માટે મોટો નફો મળવાની સંભાવના છે. આરોગ્યમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે.

આ પણ વાંચો: Lord Shiva Puja: શું તમે જાણો છો શિવલિંગ સામે કેમ ત્રણ વખત વગાડવામાં આવે તાલી

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)