આ મહિનામાં અનેક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. જો તમે મે મહિનામાં વાહન, ઘર, સંપત્તિ ખરીદવા અથવા લગ્ન સહિતના માંગલિક કાર્યો કરવાની યોજના બનાવી રહ્યા હો, તો જાણો કે કયા દિવસો શુભ માનવામાં આવ્યા છે.

મે 2026 લગ્ન મુહૂર્ત

હિંદુ પંચાંગ મુજબ મે મહિનામાં લગ્ન માટે લગભગ 7 શુભ મુહૂર્ત છે: 3, 6, 13, 18, 23, 25 અને 28 મે.

મે 2026માં વાહન ખરીદવાનો શુભ મુહૂર્ત

જો તમે કાર અથવા અન્ય વાહન ખરીદવાનું વિચારી રહ્યા હો, તો 1, 4, 10, 11 અને 14 મે શુભ દિવસ ગણાય છે.

મે 2026માં ગૃહ પ્રવેશ મુહૂર્ત

નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા શુભ મુહૂર્તમાં પૂજા અને હવન કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે, જેથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે અને સુખ-સમૃદ્ધિ રહે. મે મહિનામાં ગૃહ પ્રવેશ માટે 4, 8 અને 13 મે શુભ છે.

મે 2026 મુંડન મુહૂર્ત

 મુંડન મસંસ્કાર 16 સંસ્કારોમાં એક મહત્વપૂર્ણ સંસ્કાર છે, જેમાં બાળકના જન્મ બાદ પ્રથમ વખત વાળ ઉતારવામાં આવે છે. જો તમે મે મહિનામાં મુંડન કરાવવા માંગતા હો, તો 4, 9, 11 અને 14 મે શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો : Numerology Personality Traits: શુક્રની કૃપાથી આ મૂળાંકના જાતકો હોય પ્રભાવશાળી

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)