તેઓમાં એક ખાસ આકર્ષણ શક્તિ હોય છે, જેના કારણે લોકો સહજ રીતે તેમની તરફ આકર્ષાય છે. ધન, સંબંધો અને પ્રશંસા આ ત્રણેય વસ્તુઓ તેમને સહેલાઈથી પ્રાપ્ત થાય છે.


મૂળાંક 6ની ઓળખ

જેઓની જન્મ તારીખ 6, 15 અથવા 24 હોય છે, તેમનો મૂળાંક 6 થાય છે. આવા લોકો પર શુક્ર ગ્રહની વિશેષ કૃપા હોય છે. શુક્ર સુખ, વૈભવ, સુંદરતા અને ધનની સાથે જોડાયેલ છે, તેથી મૂળાંક 6 વાળા લોકો આ બધાનો લાભ મેળવે છે.

લોકો ચુંબકની જેમ આકર્ષાય છે

મૂળાંક 6 વાળા લોકોમાં એવી ખાસિયત હોય છે કે તેઓ જ્યાં જાય ત્યાં લોકો તેમની તરફ ખેંચાઈ જાય છે. તેઓ સરળતાથી મિત્રો બનાવી લે છે અને દરેક જગ્યાએ કેન્દ્રબિંદુ બની જાય છે. તેમની વાતચીત મીઠી અને સ્વભાવ આકર્ષક હોય છે, જેના કારણે લોકો તેમની સાથે રહેવા ઇચ્છે છે. બિઝનેસમાં પણ આ ગુણ તેમને ફાયદો કરાવે છે.

પૈસાની કમી નથી રહેતી

શુક્રની કૃપાથી તેમના જીવનમાં ધનની આવક સતત રહેતી હોય છે. નોકરી હોય કે વ્યવસાય, તેઓ સારો કમાઈ શકે છે. પરંતુ તેઓ ખર્ચાળ પણ હોય છે, એટલે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે, નહીં તો આર્થિક સમસ્યા આવી શકે છે.

દરેકની પ્રશંસા મેળવે છે

મૂળાંક 6 વાળા લોકો દિલદાર અને સંબંધોમાં નિષ્ઠાવાન હોય છે. તેમનો સ્વભાવ મીઠો અને સ્ટાઈલ આકર્ષક હોય છે, તેથી તેઓ લોકોમાં લોકપ્રિય બને છે. જીવનસાથી પસંદ કરવામાં પણ તેઓ ભાગ્યશાળી રહે છે. પરંતુ ક્યારેક વધુ લાગણીશીલતા સંબંધોમાં સમસ્યા ઉભી કરી શકે છે.

આ પણ વાંચો :  Numerology: સોનુ પહેરવુ કે ચાંદી તમારા મૂળાંકથી જાણીલો લકી ધાતુ કઇ જે ચમકાવે કિસ્મત 

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: