આ અદ્ભુત ઘટનાને ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં નિહાળી શકાય છે. ખગોળ વિજ્ઞાન અનુસાર, જ્યારે સૂર્યમંડળના અનેક ગ્રહો એક દિશામાં ગોઠવાયેલા દેખાય છે ત્યારે તેને “પ્લેનેટરી પરેડ” કહેવામાં આવે છે. વાસ્તવમાં ગ્રહો સંપૂર્ણપણે એક સીધી રેખામાં નથી હોતા, પરંતુ પૃથ્વી પરથી જોતા તેઓ એક કતારમાં દેખાતા હોય છે.

આ ખગોળીય સ્થિતિનો કેટલાક રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પણ જોવા મળી શકે

શનિવારની સાંજે થનારી પ્લેનેટરી પરેડમાં Jupiter (બૃહસ્પતિ), Venus (શુક્ર), Mercury (બુધ), Saturn (શનિ), Uranus (યુરેનસ) અને Neptune (નેપચ્યુન) સામેલ રહેશે. આ દુર્લભ ઘટના સૂર્યાસ્તના આશરે અડધા કલાક પછી સ્પષ્ટ રીતે જોઈ શકાશે.

ગ્રહો સંપૂર્ણપણે એક સીધી રેખામાં નથી હોતા

આ ખગોળીય સ્થિતિનો કેટલાક રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પણ જોવા મળી શકે છે. માન્યતા મુજબ, આવા ગ્રહ સંયોગથી કેટલીક રાશિઓના જીવનમાં સારા પરિવર્તન આવી શકે છે. આવો જાણીએ રાશિચક્રની આ રાશિઓ વિશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય કારકિર્દીમાં પ્રગતિનો સંકેત આપે છે. નોકરીમાં નવી જવાબદારી અથવા પ્રમોશન મળી શકે છે. વ્યવસાયમાં પણ નવા અવસર મળશે અને અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે આર્થિક લાભના યોગ બની રહ્યા છે. અચાનક ધનલાભ અથવા રોકાણમાંથી નફો મળી શકે છે. પરિવારમાં ખુશહાલી રહેશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે.

ધન રાશિ

ધન રાશિ માટે આ ગ્રહ સંયોગ ભાગ્યને મજબૂત બનાવશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને શિક્ષણ અથવા સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે.

જોકે અન્ય રાશિઓને પણ આ ખગોળીય ઘટનાથી સકારાત્મક ઊર્જા મળશે, પરંતુ નિષ્ણાતોની સલાહ છે કે આ દિવસે ધ્યાન, પ્રાર્થના અને સકારાત્મક વિચાર જાળવી રાખવા જોઈએ. આકાશમાં ગ્રહોની આ પરેડ માત્ર જોવાલાયક જ નહીં, પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિએ પણ ખાસ મહત્વ ધરાવે છે.

આ પણ વાંચો: Vastu Tips For Roti: આ 5 તિથિએ ઘરમાં ન બનાવશો રોટલી, થશે અશુભ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)