જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જ્યારે સૂર્ય પોતાની ચાલ બદલે છે ત્યારે તે વ્યક્તિના આત્મવિશ્વાસ, કરિયર, સ્વાસ્થ્ય અને સામાજિક જીવન પર સીધી અસર કરે છે. આ વખતે આ ગોચર ખાસ કરીને મેષ, સિંહ અને ધન રાશિના લોકો માટે સકારાત્મક સંકેતો લઈને આવી રહ્યો છે.
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. તે આત્મા, પિતા, માન-સન્માન, સ્વાસ્થ્ય, સરકારી નોકરી અને ઊર્જાનો કારક માનવામાં આવે છે. આવા સમયે સૂર્યની સ્થિતિમાં થતા પરિવર્તનનો પ્રભાવ માત્ર 12 રાશિઓ પર જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ જોવા મળે છે.
સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે
સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે. હાલમાં સૂર્ય મીન રાશીમાં સ્થિત છે અને એપ્રિલ મહિનાના મધ્યમાં રાશિ પરિવર્તન કરીને પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરશે. સૂર્યનું મેષ રાશીમાં આગમન થવાથી 12 રાશિના લોકોના જીવનમાં કોઈને કોઈ રીતે અસર જરૂર જોવા મળશે.
ખાસ કરીને ત્રણ રાશિના જાતકો માટે આ ગોચર વિશેષ લાભદાયક સાબિત થઈ શકે છે. આવો જાણીએ કે સૂર્યના મેષ રાશીમાં પ્રવેશથી કઈ રાશિના લોકોને લાભ મળી શકે છે…
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે આ સમય નવી શરૂઆત અને ઉર્જાથી ભરેલો રહેશે. અટકેલા કામો પૂર્ણ થઈ શકે છે અને કરિયરમાં નવા અવસર મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ પરિવર્તન ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. સૂર્યનું આ ગોચર તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. વ્યવસાયમાં વિસ્તરણના યોગ બની રહ્યા છે. પરિવાર જીવનમાં સુખ-શાંતિ રહેશે અને સંબંધો મજબૂત થશે
ધન રાશિ
ધન રાશિના લોકો માટે આ સમય ભાગ્યનો સાથ આપનાર રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે. શિક્ષણ અને કરિયરના ક્ષેત્રમાં સફળતા મળશે. વિદેશ સંબંધિત કાર્યોમાં પણ લાભ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને માનસિક તણાવ ઓછો થશે.
આ પણ વાંચો: Jwala Devi Mandir: અખંડ જ્યોતિનું રહસ્ય! એક એવુ શક્તિપીઠ જ્યાં સદીઓથી અખંડ જ્યોત પ્રજ્વલિત
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)