જ્ઞાન, ભાગ્ય, સંતાન, લગ્ન અને સમૃદ્ધિના કારક ગુરુ બૃહસ્પતિ 2 જૂન 2026ના રોજ મિથુન રાશિમાંથી નીકળી પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.

આ વખતનું ગુરુ ગોચર ખૂબ જ ખાસ અને દુર્લભ માનવામાં આવે છે. સામાન્ય રીતે ગુરુ એક રાશિમાં લગભગ 13 મહિના સુધી રહે છે, પરંતુ આ સમયે તેઓ અતિચારી ચાલમાં છે, એટલે કે સામાન્ય કરતાં ઘણી વધુ ઝડપથી ગોચર કરી રહ્યા છે. આ ઝડપી ગતિને કારણે ગુરુ વર્ષ 2026માં ત્રણ રાશિઓનો પ્રવાસ પૂર્ણ કરશે. કર્ક રાશિમાં પ્રવેશ કરતા જ કેન્દ્ર સ્થાને હંસ પંચમહાપુરુષ રાજયોગનું નિર્માણ થશે, જેને અત્યંત શુભ યોગોમાં ગણવામાં આવે છે.

કર્ક રાશિ કાલપુરુષ કુંડળીનો ચોથો ભાવ માનવામાં આવે

કર્ક રાશિ કાલપુરુષ કુંડળીનો ચોથો ભાવ માનવામાં આવે છે, જે સુખ, માતા, ઘર, ભાવનાઓ અને આંતરિક શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. બીજી તરફ ગુરુ ગ્રહ જ્ઞાન, વિસ્તરણ અને સંરક્ષણનું પ્રતિક છે. તેથી જ્યારે ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે, ત્યારે લોકોના જીવનમાં ભાવનાત્મક સ્થિરતા, પારિવારિક સુખ, આધ્યાત્મિક ઝુકાવ અને આર્થિક તકમાં વધારો જોવા મળી શકે છે.

 ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા

ચંદ્ર રાશિના આધારે આ ગોચર તમામ 12 રાશિઓ પર અલગ-અલગ અસર કરશે. કેટલીક રાશિઓને કારકિર્દી, લગ્ન અને ધનલાભમાં સફળતા મળશે, જ્યારે કેટલીક રાશિના લોકોને ખર્ચ, માનસિક તણાવ અથવા સ્વાસ્થ્ય સંબંધિત પડકારોનો સામનો કરવો પડી શકે છે. મેષથી લઈને મીન રાશિ સુધી દરેક જાતકના જીવનમાં આ ગોચર કોઈને કોઈ રીતે મહત્વપૂર્ણ બદલાવ લાવશે.'

જીવનમાં સુખ, સૌભાગ્ય અને સકારાત્મક ઊર્જા લાવે 

જ્યોતિષાચાર્યોના અનુસાર ગુરુને મજબૂત બનાવવા માટે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા, કેળાના વૃક્ષની પૂજા કરવી, ગરીબોને ચણાની દાળ અને હળદરનું દાન કરવું તથા “ૐ બૃં બૃહસ્પતયે નમઃ” મંત્રનો જાપ કરવો ખૂબ લાભદાયક માનવામાં આવે છે. શ્રદ્ધા અને નિયમપૂર્વક કરાયેલા આ ઉપાયો જીવનમાં સુખ, સૌભાગ્ય અને સકારાત્મક ઊર્જા વધારવામાં મદદરૂપ બની શકે છે. 

આ પણ વાંચો : Numerology: શિવ, વિષ્ણુ, કાળી કે દુર્ગા કોણ છે તમારા ઇષ્ટદેવતા, તમારા મૂળાંકથી જાણીલો

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)