જ્યારે પણ ગુરુ ગ્રહ અસ્ત અવસ્થામાંથી બહાર આવીને ઉદય થાય છે, ત્યારે તેની શુભ અસર અનેકગણી વધી જાય છે. દ્રિક પંચાંગ અનુસાર, 14 ઓગસ્ટ 2026ના રોજ દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં ઉદિત થવા જઈ રહ્યા છે.
કર્ક રાશિ ગુરુ ગ્રહની ઉચ્ચ રાશિ
કર્ક રાશિ ગુરુ ગ્રહની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે. તેથી પોતાની ઉચ્ચ રાશિમાં ગુરુનો ઉદય જ્યોતિષની દૃષ્ટિએ અત્યંત શુભ અને દુર્લભ યોગ માનવામાં આવે છે. આ પરિવર્તનથી અનેક રાશિઓના જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. ખાસ કરીને ધન, કારકિર્દી, માન-સન્માન અને પારિવારિક સુખમાં વધારો થવાની શક્યતા છે. ચાલો જાણીએ કે કઈ બે રાશિઓને સૌથી વધુ લાભ મળવાનો છે.
કર્ક રાશિ (Cancer)
ગુરુ ગ્રહ તમારી પોતાની રાશિમાં ઉદિત થઈ રહ્યા હોવાથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં ગતિ આવશે અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આત્મવિશ્વાસ વધશે. સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે.
આર્થિક દૃષ્ટિએ પણ સમય અનુકૂળ રહેશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળવાની શક્યતા છે તેમજ આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. વેપારીઓને નવા સોદામાં સફળતા મળી શકે છે, જ્યારે નોકરીયાત લોકોને નવી જવાબદારીઓ અથવા સારા અવસર મળી શકે છે.
પારિવારિક જીવનમાં ખુશીઓ વધશે. ઘરમાં શુભ પ્રસંગ, માંગલિક કાર્ય અથવા ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સુમેળ વધશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામ લાવનારો બની શકે છે.
વૃશ્ચિક રાશિ (Scorpio)
વૃશ્ચિક રાશિના જાતકો માટે ગુરુનો ઉદય ભાગ્ય સ્થાનમાં થઈ રહ્યો હોવાથી ભાગ્યનો પૂરો સાથ મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે અને દરેક ક્ષેત્રમાં સફળતાના નવા માર્ગ ખુલશે.
નોકરી કરતા લોકોને પ્રમોશન, પગારમાં વધારો અથવા નવી તક મળવાની સંભાવના છે. વેપારીઓ માટે મોટો આર્થિક લાભ અને નવા વ્યવસાયિક કરારો થવાની શક્યતા છે. રોકાણ કરનાર લોકોને પણ સારો લાભ મળી શકે છે.
ધાર્મિક યાત્રા અથવા કામકાજ સંબંધિત પ્રવાસ સફળ અને લાભદાયક સાબિત થશે. ઉચ્ચ શિક્ષણ, વિદેશમાં અભ્યાસ અથવા કારકિર્દી બનાવવા ઇચ્છતા લોકોને પણ સારા સમાચાર મળી શકે છે. પરિવાર સાથેનો સમય આનંદમય રહેશે અને દાંપત્ય જીવનમાં પણ મધુરતા વધશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કર્ક રાશિમાં ઉચ્ચસ્થ ગુરુનો ઉદય વર્ષ 2026ની સૌથી શુભ જ્યોતિષીય ઘટનાઓમાંની એક માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Kanwar Yatra 2026: શ્રાવણ મહિનામાં કાવડિયાઓની સેવા શા માટે ભગવાન શિવની સેવા માનવામા આવે?
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)