સામુદ્રિક શાસ્ત્રમાં પણ જણાવાયું છે કે વાળના રંગ પરથી વ્યક્તિના સ્વભાવ વિશે જાણ કરી શકાય છે. આજકાલ ઘણા લોકોના વાળ કુદરતી રીતે કાળા, ભૂરા, ગ્રે અથવા સફેદ હોય છે. પરંતુ આજની યુવા પેઢી એટલે કે Gen Zમાં ફેશન માત્ર કપડાં સુધી સીમિત નથી. તેઓ વિવિધ હેર કલર દ્વારા પોતાના વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવે છે. આજકાલ બ્લૂ, રેડ, ગોલ્ડન અને પર્પલ જેવા રંગોનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
બ્લૂ હેર કલર
યુવાનોમાં બ્લૂ એટલે કે નીલા રંગના વાળનો ટ્રેન્ડ વધ્યો છે. જ્યોતિષ મુજબ આવા લોકો સર્જનાત્મક અને કલ્પનાશીલ હોય છે. તેઓ નવી વસ્તુઓ શીખવા અને પ્રયોગ કરવા તૈયાર રહે છે. આ લોકોમાં કલા, સંગીત અને ડિઝાઇન જેવા ક્ષેત્રોમાં વધુ રસ જોવા મળે છે.
રેડ હેર કલર
લાલ રંગ ઊર્જા, ઉત્સાહ અને આત્મવિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર જેમને લાલ રંગ ગમે છે તેઓ સાહસી અને નેતૃત્વ ક્ષમતા ધરાવતા હોય છે. તેઓ જોખમ લેવા તૈયાર રહે છે, પરંતુ ક્યારેક સ્વભાવ થોડો ઉગ્ર પણ હોઈ શકે છે.
ગોલ્ડન હેર કલર
સુવર્ણ (ગોલ્ડન) રંગના વાળ આજકાલ ખૂબ લોકપ્રિય છે. આવા લોકો આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે અને સામાજિક જીવનમાં સક્રિય રહે છે. તેઓ સહેલાઈથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે છે.
પર્પલ અને અન્ય અનોખા રંગો
નવી પેઢી પર્પલ, ગ્રીન અથવા સિલ્વર જેવા અનોખા રંગો પણ અજમાવે છે. આવા લોકો સ્વતંત્ર વિચારધારા ધરાવે છે અને પરંપરાગત નિયમોથી અલગ પોતાની ઓળખ બનાવવાનું પસંદ કરે છે. તેઓમાં આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા વધુ હોય છે.
આ પણ વાંચો: Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયાએ સોનુ-ચાંદી ખરીદવાનું જાણીલો શુભ મુહૂર્ત
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)