આ દિવસે ભગવાન હનુમાનની પૂજા-અર્ચના સાથે તેમની અમરતા અને ચિરંજીવી હોવાની માન્યતા પણ યાદ કરવામાં આવે છે. કહેવાય છે કે હનુમાનજી માત્ર એક દેવતા જ નથી, પરંતુ તે 7 ચિરંજીવીઓમાં સામેલ છે, જે આજે પણ પૃથ્વી પર હાજર છે અને ધર્મની રક્ષા કરી રહ્યા છે. આ વિશ્વાસ સાથે હિંદુ ધર્મની કથાઓમાં 7 ચિરંજીવીઓનો ઉલ્લેખ મળે છે, જેમની વાર્તાઓ માત્ર રહસ્યમય જ નથી, પરંતુ આજે પણ લોકોની શ્રદ્ધાને મજબૂત બનાવે છે.
આ તમામ ચિરંજીવીઓ સમયાંતરે દુનિયાની રક્ષા કરે
માન્યતા છે કે આ તમામ ચિરંજીવીઓ સમયાંતરે દુનિયાની રક્ષા કરે છે અને લોકોને સાચો માર્ગ બતાવે છે. ચાલો જાણીએ 7 ચિરંજીવીઓ વિશે.
હિંદુ ધાર્મિક ગ્રંથોમાં “ચિરંજીવી” એવા દિવ્ય વ્યક્તીઓનો ઉલ્લેખ થાય છે, જેઓને અમરત્વ અથવા ખૂબ લાંબા આયુષ્યના આશીર્વાદ મળ્યા છે. મુખ્યત્વે 7 ચિરંજીવીઓના નામ લેવાય છે. હનુમાન, અશ્વત્થામા, પરશુરામ, વિભીષણ, કૃપાચાર્ય, મહાબલી અને માર્કંડેય ઋષિ.
હનુમાનની વાત કરીએ તો તેઓ ભગવાન રામના પરમ ભક્ત
સૌ પ્રથમ હનુમાનની વાત કરીએ તો તેઓ ભગવાન રામના પરમ ભક્ત છે અને કલિયુગમાં પણ જીવંત હોવાનું માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જ્યાં પણ રામકથા થાય છે, ત્યાં હનુમાનજી કોઈને કોઈ રૂપમાં હાજર રહે છે.
અશ્વત્થામાને મહાભારત યુદ્ધ બાદ ભગવાન શ્રીકૃષ્ણ તરફથી શ્રાપ મળ્યો
અશ્વત્થામાને મહાભારત યુદ્ધ બાદ ભગવાન શ્રીકૃષ્ણ તરફથી શ્રાપ મળ્યો હતો કે તેઓ હજારો વર્ષો સુધી પૃથ્વી પર ભટકતા રહેશે. આજે પણ કેટલીક જગ્યાએ તેમને જોવાના દાવા કરવામાં આવે છે.
પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર
પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અને તેમને પણ અમરત્વના આશીર્વાદ મળ્યા છે. માન્યતા છે કે તેઓ ભવિષ્યમાં કલ્કી અવતારને શસ્ત્રવિદ્યાનું જ્ઞાન આપશે.
વિભીષણને ભગવાન રામે લંકાના રાજા બનાવ્યા
વિભીષણને ભગવાન રામે લંકાના રાજા બનાવ્યા હતા અને તેમને ધર્મના માર્ગ પર ચાલવાનો આશીર્વાદ આપ્યા હતા
કૃપાચાર્ય મહાભારતકાળના મહાન ગુરુ
કૃપાચાર્ય મહાભારતકાળના મહાન ગુરુ હતા અને તેમને પણ અમર માનવામાં આવે છે.
મહાબલીને ભગવાન વિષ્ણુના વામન અવતારે પાતાળ લોકમાં મોકલ્યા
મહાબલીને ભગવાન વિષ્ણુના વામન અવતારે પાતાળ લોકમાં મોકલ્યા હતા, તેમને અમરત્વના આશીર્વાદ મળ્યો
માર્કંડેય ઋષિ અજર અમર
માર્કંડેય ઋષિને ભગવાન શિવની કૃપાથી અમર માનવામાં આવે છે.
આ પણ વાંચો: Jain Muni: જેન મુનિ કપડા કેમ નથી પહેરતા? ફક્ત વૈરાગ્ય નહી આ છે મોટુ કારણ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)