તેથી ભક્તોને આ સમય દરમિયાન ખાસ સાવચેતી રાખવા અને ધાર્મિક નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે ફાલ્ગુન માસની શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થઇ ફાલ્ગુન માસની પૂર્ણિમા સુધી હોળાષ્ટક રહે છે. આ વર્ષે હોળાષ્ટક 2026 24 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ રહ્યો છે અને તેનું સમાપન 3 માર્ચ 2026ના હોળિકા દહન પર થશે.

વસંત પંચમીથી હોળીનો ઉત્સવ શરૂ થઈ જાય છે. બાબા મહાકાળને બસંત પંચમીથી હોળી સુધી ગુલાલ અર્પિત કરવામાં આવે છે. ઉપરાંત, અન્ય જગ્યાઓ પર આ દિવસે હોળીનો ડંડો પણ લગાવવામાં આવે છે.

હોળાષ્ટક શું છે

રાક્ષસ રાજ હિરણ્યકશ્યપ પોતાને ભગવાન સમજી રહ્યો હતો. તેણે પોતાના વીષ્ણુ ભક્ત પુત્ર પ્રહલાદની કઠિન પરિક્ષાઓ લીધી, ડરાવ્યો અને ધમકાવ્યો, જેથી તેને પોતાના આધીન બનાવી શકે. તેણે પ્રહલાદને આઠ દિવસ સુધી કઠિન પીડા આપી. આ સમયગાળાને હોળાષ્ટક તરીકે ઓળખવામાં આવે છે.

હોળાષ્ટકની શરૂઆત અને અવધિ

હોળાષ્ટક 2026ની શરૂઆત 21 માર્ચ 2026 થી થશે અને આ અવધિ 28 માર્ચ 2026 સુધી રહેશે. આ સમય હોળીની તૈયારીઓનો સમય ગણાય છે. આ દરમ્યાન અનેક ધાર્મિક પરંપરાઓ અને નિયમોનું પાલન કરવામાં આવે છે. હોળાષ્ટકનું પાલન કરવાથી વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક શુદ્ધિ અને માનસિક સ્થિરતા આવે છે.

હોળાષ્ટકમાં શું કરવું અને શું નહીં

આ સમય દરમિયાન શુભ લગ્ન, ગૃહપ્રવેશ અને અન્ય માગલિક કાર્યો ટાળવાની સલાહ આપવામાં આવે છે. વ્રત, પૂજા, ધ્યાન અને ધાર્મિક અનુષ્ઠાનો આ સમય વિશેષ ફળદાયક માનવામાં આવે છે. ઘરમાં સફાઈ અને પૂજાનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. આ સમયમાં ખરાબ શક્તિઓ સક્રિય રહેતા હોવાને કારણે ઝગડા, અનાવશ્યક વિવાદ અને નકારાત્મક ઊર્જાથી બચવું મહત્વપૂર્ણ છે.

હોળાષ્ટકનું મહત્વ

હોળાષ્ટક માત્ર નકારાત્મક અસરોથી બચવાનો સમય નથી, પણ આ આધ્યાત્મિક શુદ્ધિ, સંયમ અને ભક્તિની અનુભૂતિ મેળવવાનો અવસર પણ છે. ભક્તો આ સમય દરમિયાન પોતાના મન, વચન અને કર્મને શુદ્ધ રાખીને હોળીના પર્વની તૈયારીઓમાં લિપ્ત રહે છે.

આ પણ વાંચો: Holi 2026: Holi 2026: વ્રજમાં 40 દિવસ ચાલે રંગોત્સવ, પરંપરા અને ભક્તિનો અનોખો સંગમ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)