વર્ષ 2026માં હોળીની રાત વિશેષ શુભ માનવામાં આવી રહી છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર મુજબ આ રાત્રે કેટલાક ખાસ સ્થળોએ દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

સૌપ્રથમ મુખ્ય દરવાજા પર સરસવના તેલનો દીવો પ્રગટાવવો 

સૌપ્રથમ મુખ્ય દરવાજા પર સરસવના તેલનો દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે. મુખ્ય દરવાજાથી જ સકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરે છે. અહીં દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે.

બીજું મહત્વપૂર્ણ સ્થાન છે ઘરનું પૂજાસ્થળ.

બીજું મહત્વપૂર્ણ સ્થાન છે ઘરનું પૂજાસ્થળ. હોળીની રાત્રે ઘીનો દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરવું જોઈએ. એવું કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ રહે છે.

ત્રીજું સ્થાન છે રસોડું

ત્રીજું સ્થાન છે રસોડું. રસોડાને અન્નપૂર્ણાનું સ્થાન માનવામાં આવે છે. અહીં નાનો દીવો પ્રગટાવવાથી અન્ન અને ધનની કમી રહેતી નથી.

ચોથું સ્થાન છે તુલસીજી પાસે 

ચોથું સ્થાન છે તુલસીજી પાસે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં આધ્યાત્મિક ઊર્જા વધે છે અને રોગ-દોષ દૂર થાય છે.

તે ઉપરાંત શક્ય હોય તો ઘરના ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ)માં દીવો પ્રગટાવવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ દિશા દેવતાઓની દિશા છે, જ્યાં દીવો પ્રગટાવવાથી જ્ઞાન અને સમૃદ્ધિ બંને મળે છે.

હોળીની રાત્રે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ સ્થળોએ દીવો પ્રગટાવો. માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને ધનની વર્ષા થાય છે અને આખું વર્ષ સકારાત્મક ઊર્જાથી ભરપૂર રહે છે.

આ પણ વાંચો: Holi 2026 Lucky Colours: રાશિ અનુસાર હોળીના રંગોથી રમો, તહેવાર બનશે યાદગાર

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)