આ વખતે હોળીના દિવસે કુંભ રાશીમાં ગ્રહોની દુર્લભ યુતિ જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કુંભ રાશીમાં સૂર્ય, બુધ અને શુક્રની ઉપસ્થિતિથી ‘બુધાદિત્ય’ અને ‘શુક્રાદિત્ય’ નામના બે શક્તિશાળી રાજયોગ રચાઈ રહ્યા છે. હોળીના દિવસે આ રાજયોગોનો પ્રભાવ શિખરે રહેશે, જેના કારણે 4 રાશિના જાતકો પર ધન અને સફળતાની “રંગોની વરસાત” થશે.
મેષ રાશિ (Aries)
મેષ રાશિના જાતકો માટે આ હોળી આર્થિક સમૃદ્ધિ લઈને આવી રહી છે. ભાગ્યનો પુરતો સાથ મળશે. અટકેલાં પૈસા અચાનક પરત મળી શકે છે. જૂના રોકાણમાંથી નફો મળી શકે છે. સંતાન તરફથી ગૌરવપૂર્ણ સમાચાર મળી શકે છે. સસરિયાપક્ષ સાથેના સંબંધોમાં મધુરતા આવશે. તમે વિચારી રહેલા પ્રોજેક્ટ્સ હવે હકીકતમાં બદલાઈ શકે છે.
સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના જાતકો માટે આ સમય આશીર્વાદ સમાન છે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને બેંક બેલેન્સ ઝડપથી વધશે. જૂની બીમારીથી રાહત મળી શકે છે. નવા વ્યવસાયની શરૂઆત માટે સમય શુભ છે. મિલ્કત સંબંધિત સોદામાં મોટો લાભ મળી શકે છે. ઘરમાં ખુશહાલ માહોલ રહેશે.
તુલા રાશિ (Libra)
તુલા રાશિના જાતકો પર ‘શુક્રાદિત્ય’ અને ‘બુધાદિત્ય’ બંને રાજયોગ મહેરબાન રહેશે. અટકેલા સરકારી અથવા ખાનગી કામોમાં ગતિ આવશે. નોકરીની શોધમાં રહેલા લોકોને મનગમતી તક મળી શકે છે. વ્યવસાયમાં મોટી ભાગીદારી અથવા સોદો પૂર્ણ થઈ શકે છે. પરિવાર સાથે ધાર્મિક અથવા મનોરંજન પ્રવાસના યોગ બની રહ્યા છે.
ધન રાશિ (Sagittarius)
ધન રાશિના જાતકો માટે આ હોળી કારકિર્દીમાં મોટી સિદ્ધિનો સંકેત આપી રહી છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની શક્યતા છે. લાંબા સમયથી ચાલતો પિતૃ સંપત્તિ વિવાદ તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે, જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. મામા પક્ષથી આર્થિક અથવા માનસિક સહકાર મળશે. કાનૂની મામલાઓમાં ચાલી રહેલી દોડધામ સમાપ્ત થશે અને માનસિક શાંતિ મળશે.
આ પણ વાંચો: Mahalaxmi Rajyog 2026:16 માર્ચથી આ 3 રાશિઓની કિસ્મત બદલાશે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)